Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટે હરાવ્યું મેક્સવેલે કપિલના ૧૭૫ અણનમ રનનો રેકોર્ડ તોડ્યો
    Cricket

    ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટે હરાવ્યું મેક્સવેલે કપિલના ૧૭૫ અણનમ રનનો રેકોર્ડ તોડ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ૩ વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં ગ્લેન મેક્સવેલે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે ૧૫૭.૦૩ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અણનમ ૨૦૧ રન બનાવ્યા હતા. આ સાથે તેણે ૪૦ વર્ષ જૂના કપિલ દેવના રેકોર્ડને તોડી દીધો છે. કપિલ દેવે વન-ડે વર્લ્ડ કપ ૧૯૮૩માં ઝિમ્બાબ્વે સામે રન ચેઝ કરતા અણનમ ૧૭૫ રન બનાવ્યા હતા.
    મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૫ વિકટ ગુમાવીને ૨૯૧ રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઈબ્રાહીમ ઝાદરાને શાનદાર સદી ફટકારી હતી. તે અફઘાનિસ્તાન માટે વન-ડે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર ૯૧ રનના સ્કોર પર ૭ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેક્સવેલે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સંભાળી અને તાબડતોડ બેટિંગ કરતા માત્ર ૧૨૮ બોલમાં ૨૦૧ રન ફટકારી દીધા હતા. આ સાથે જ તેણે ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા.

    વનડે રન ચેઝમાં સર્વોચ્ચ સ્કોર

    ૨૦૧* – ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા વિ.અફઘાનિસ્તાન, મુંબઈ, વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩
    ૧૯૩ – ફખર ઝમાન, પાકિસ્તાન વિ.સાઉથ આફ્રિકા, જાેહાનિસબર્ગ, ૨૦૨૧
    ૧૮૫* – શેન વોટસન, ઓસ્ટ્રેલિયા વિ.બાંગ્લાદેશ, મીરપુર, ૨૦૧૧
    ૧૮૩* – એમ.એસ ધોની ભારત વિ.શ્રીલંકા, જયપુર, ૨૦૦૫
    ૧૮૩ – વિરાટ કોહલી, ભારત વિ.પાકિસ્તાન, મીરપુર, ૨૦૧૨
    વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન
    ૨૩૭* – માર્ટિન ગુપ્ટિલ, ન્યુઝીલેન્ડ વિ.વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, ૨૦૧૫
    ૨૧૫ – ક્રિસ ગેલ, વેસ્ટ ઈન્ડિઝ વિ.ઝિમ્બાબ્વે, કેનબેરા, ૨૦૧૫
    ૨૦૧* – ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા વિ.અફઘાનિસ્તાન, મુંબઈ, ૨૦૨૩*
    ૧૮૮* – ગેરી કર્સ્ટન, સાઉથ આફ્રિકા વિ.યુએઈ, રાવલપિંડી, ૧૯૯૬
    ૧૮૩ – સૌરવ ગાંગુલી, ભારત વિ.શ્રીલંકા, ટોન્ટન, ૧૯૯૯
    વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા
    ૪૯ – ક્રિસ ગેલ
    ૪૫ – રોહિત શર્મા
    ૪૩ – ગ્લેન મેક્સવેલ
    ૩૭ – એબી ડી વિલિયર્સ
    ૩૭ – ડેવિડ વોર્નર

    ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

    ૨૦૧* – ગ્લેન મેક્સવેલ વિ.અફઘાનિસ્તાન, મુંબઈ, ૨૦૨૩
    ૧૮૫* – શેન વોટસન વિ.બાંગ્લાદેશ, મીરપુર, ૨૦૧૧
    ૧૮૧* – મેથ્યુ હેડન વિ.ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, ૨૦૦૭
    ૧૭૯ – ડેવિડ વોર્નર વિ.પાકિસ્તાન, એડિલેડ, ૨૦૧૭
    ૧૭૮ – ડેવિડ વોર્નર વિ.અફઘાનિસ્તાન, પર્થ, ૨૦૧૫

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.