Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પ્રદૂષણના સામના માટે દિલ્હી સરકારે અનેક પગલાં લીધા દિલ્હીમાં ઑડ-ઈવન સ્કીમ તદન નિષ્ફળ રહ્યાનો કોંગ્રેસનો દાવો
    India

    પ્રદૂષણના સામના માટે દિલ્હી સરકારે અનેક પગલાં લીધા દિલ્હીમાં ઑડ-ઈવન સ્કીમ તદન નિષ્ફળ રહ્યાનો કોંગ્રેસનો દાવો

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશની રાજધાની હાલ ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહી છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણને નાથવા તમામ પગલાઓ તેમ નીત-નવા નિયમો અમલમાં મુકી રહી છે. એટલું જ નહીં સરકારે નાછુટકે ‘ઑડ-ઈવન સ્કીમ’ પણ લાગુ કરી દીધી છે, જાેકે હવે કોંગ્રેસે પોતાના ઈન્ડિયા ગઠબંધનના સહયોગી આપપર પ્રદૂષણ મામલે આકરા પ્રહારો કરી મોટો દાવો કર્યો છે. દિલ્હી કોંગ્રેસે ‘ઑડ-ઈવન સ્કીમ’ સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાનો દાવો કર્યો છે.

    દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના (ડીપીસીસી)ના પ્રમુખ અરવિંદ સિંહ લવલી એ દાવો કર્યો છે કે, અગાઉ કાર ચલાવવા માટે લવાયેલ ‘ઑડ-ઈવન સ્કીમ’ હવા પ્રદૂષણને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આ યોજનાના અમલથી લોકો માત્ર અસુવિધાનો સામનો કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, દિલ્હી ગેસ ચેમ્બર બની ગઈ છે અને દિલ્હી સરકાર પ્રદૂષણના ડામવામાં મહત્વના ર્નિણયો લેવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. ઉલ્લેખનિય છે કે, દિલ્હી સરકાર રાજ્યમાં પ્રદૂષણ પર કાબુ મેળવવા વર્ષ ૨૦૧૬માં ‘ઑડ-ઈવન સ્કીમ’ લાવી હતી. વાસ્તવમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, રાજધાનીમાં ૧૩થી ૨૦ નવેમ્બર સુધી ઓડ ઈવન સ્કીમ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ પ્રદૂષણ મામલે લવલીનું આ નિવેદન સામે આવ્યું છે. લવલીએ કહ્યું કે, અત્યંત નબળી હવાની ગુણવત્તા મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને જવાબદાર છે. આખું વર્ષ મળ્યું છતાં તેમણે પ્રદૂષણ ઘટાડવા કોઈ પગલા ન ભર્યા અને જ્યારે ઝેરી હવાનો લોકો શિકાર બન્યા, ત્યારે તેઓ જાગ્યા.

    જાે દિલ્હીમાં પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ પરાળી સળગાવવાનું હોય, તો ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભાજપસરકારે તેમજ પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકારે પરાળી સળગાવવાની ઘટનાઓ અટકાવવા યોગ્ય પગલા ભરવા જાેઈતા હતા. રાજ્ય સરકારની ઓડ ઈવન સ્કીમ ખોટો ર્નિણય હતો, આ સ્કીમથી પ્રદૂષણમાં ઘટાડો નહીં, પરંતુ લોકો અસુવિધામાં મુકાયા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.