Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મરાઠા અનામત આંદોલનને લઇને પોલીસ એક્શનમાં હિંસા ભડકાવવાના આરોપમાં ૨૭૦થી વધુ લોકોની ધરપકડ
    India

    મરાઠા અનામત આંદોલનને લઇને પોલીસ એક્શનમાં હિંસા ભડકાવવાના આરોપમાં ૨૭૦થી વધુ લોકોની ધરપકડ

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને આંદોલન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર પોલીસે રાજ્યમાં ચાલી રહેલા આંદોલનને ઉશ્કેરવા બદલ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે. મરાઠા આંદોલનકારીઓ સામે કેસ નોંધવા અંગે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને માહિતી આપતી વખતે, મહારાષ્ટ્રના ડીજીપી રજનીશ સેઠે કહ્યું કે “મરાઠા અનામતને લઈને સમગ્ર રાજ્યમાં પ્રદર્શનો થયા હતા. પ્રદર્શન દરમિયાન કેટલાક દેખાવો હિંસક પણ બન્યા હતા. જેના કારણે રાજ્યની સરકારી મિલકતોને નુકસાન થયું છે.

    આ મામલામાં મહારાષ્ટ્રના ડીજીપી શેઠે કહ્યું કે ૨૯-૩૧ ઓક્ટોબરની વચ્ચે સંભાજી નગરમાં ૫૪ કેસ નોંધાયા હતા અને ૧૦૬ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીડમાં આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ ૭ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ જિલ્લાઓમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે અને ઇન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૨૪-૩૧ ઓક્ટોબર વચ્ચે ૧૪૧ કેસ નોંધાયા છે અને ૧૬૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ડીજીપી રજનીશ સેઠે કહ્યું કે રાજ્યમાં મરાઠા આંદોલનને કારણે ૧૨ કરોડ રૂપિયાની સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું છે. અગાઉ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હિંસક આંદોલન ચલાવી રહેલા વિરોધીઓને ચેતવણી આપી હતી કે હિંસા ભડકાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠાઓનું જાેરદાર વર્ચસ્વ છે.

    રાજ્યમાં આ સમાજની વસ્તી ૩૦ ટકાથી વધુ છે. મરાઠા અનામતની માંગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ટોળાએ પૂર્વ મંત્રી અને બે ધારાસભ્યોના નિવાસસ્થાન અને ઓફિસોને આગ ચાંપી દીધી હતી. આ મામલે ઘણા ધારાસભ્યો અને સાંસદોએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મનોજ જરાંગે પાટીલ મરાઠા અનામતને લઈને આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને બુધવાર (૦૧ નવેમ્બર) સુધી માંગણીઓ પૂરી કરવા માટે સમય આપ્યો છે. જાે માંગણીઓ નહીં સંતોષાય તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. અગાઉ ૨૦૧૮માં અનામતને લઈને આંદોલન થયું હતું. જે બાદ સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025

    India-Ghana relations:પીએમ મોદી ઘાના મુલાકાત

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.