Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજ્યમાં હાર્ટએટેકના મામલા વધુ સામે આવી રહ્યા છે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકથી આઠ લોકોનાં મોત
    Gujarat

    રાજ્યમાં હાર્ટએટેકના મામલા વધુ સામે આવી રહ્યા છે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકથી આઠ લોકોનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકને કારણે આઠ લોકોના મોત થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. (આઈસીએમઆર)પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં નવ લોકોના હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વડોદરાના એક યુવાનનું કુવૈતમાં મોત થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યાં છે.

    પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકો જીવ ગુમાવ્યાં છે. જેમાં જગદીશ જાદવ,લક્ષ્મણદાસ આસવાણી અને ભાવનગર આવી રહેલા ઉમેશ માંડલિયાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેક ગોઝારો સાબિત થયો છે. શહેરમાં એક જ દિવસમાં ત્રણ લોકો હૃદયના હૂમલાથી મોતને ભેટ્યાં છે. સુરતના અમરોલીમાં સાહિલ રાઠોડ,પાંડેસરામાં સંજય સહાની અને વરાછામાં મહેશ ખાંમ્બરનું મોત નિપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

    વડોદરાની વાત કરીએ તો વીઆઈપી રોડ પરની અશોક વાટિકામાં રહેતા યુવાનને બેચેની જેવું લાગતાં જ તે ડોક્ટરને બતાવવા માટે ગયો હતો અને સારવાર દરમિયાન જ ઢળી પડ્યો હતો. જ્યારે અન્ય એક કેસની વાત કરીએ તો વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટ એટેક આવ્યો હતો. હવે કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. તે ઉપરાંત પાટણમાં પણ એક આધેડનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. ચાણસ્માના રણાસણ ગામના સરપંચના પતિ કાનજીભાઈ પરમાર સિદ્‌ઘપુરમા દીકરીને ત્યાં ગયા હતાં અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

    ગુજરાત સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જાેઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ આઈસીએમઆરની એક રિસર્ચનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે આઈસીએમઆરએ રિસર્ચમાં નોંધ્યું છે કે જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કરવાનું પડતું મૂકવું જાેઈએ. તેમણે એક કે બે વર્ષ માટે કસરત કે જિમથી બ્રેક લેવો જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Investment-based Golden Visa:વિદેશમાં રહેવા માટે વિઝા

    July 8, 2025

    Heavy rainfall in India:નાસિક ધોધમાં પ્રવાસી

    July 8, 2025

    Language controversy:બધી ભાષાઓ રાષ્ટ્રીય ભાષા

    July 7, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.