Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ચહેરા પર દેખાયો મા બનવાનો હરખ હોસ્પિટલથી સામે આવી દીપિકા કક્કરની તસવીર
    Entertainment

    ચહેરા પર દેખાયો મા બનવાનો હરખ હોસ્પિટલથી સામે આવી દીપિકા કક્કરની તસવીર

    Shukhabar DeskBy Shukhabar DeskJune 28, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટીવી કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ ૨૧મી જૂને દીકરાના પેરેન્ટ્‌સ બની ગયા. કપલ માટે આ કોઈ સરપ્રાઈઝથી કમ નહોતું કારણ કે, એક્ટ્રેસની ડ્યૂ ડેટ જુલાઈના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં હતી. જાે કે, તેના ઘરે બાળકનું આગમન એક મહિના પહેલા જ થઈ ગયું. દીકરો એક અઠવાડિયાથી દ્ગૈંઝ્રેંમાં છે, ત્યારે શોએબ અને દીપિકા મમ્મી-પપ્પા બનવાની લાગણીથી ભીંજાઈ રહ્યા છે. બે દિવસ પહેલા શોએબે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો હતો અને મા-બાળકની હેલ્થ અપડેટ આપી હતી. ન્યૂ મોમ પણ તેની સાથે જાેડાઈ હતી. હવે, બંનેની ડિલિવરી બાદની પહેલી તસવીર સામે આવી છે, જે સુંદર છે. શોએબ ઈબ્રાહિમે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જે તસવીર શેર કરી છે, તે ડિલિવરી બાદ તરત ક્લિક કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. દીપિકા કક્કર હોસ્પિટલના બેડ પર ઊંઘી છે, તેના ચહેરા પર મા બનવાનો હરખ અને લેબર પેઈનનો થાક તેમ મિશ્ર લાગણીઓ છે. શોએબ બેડ પાસે બેઠો છે. બંને આંખ બંધ કરીને એકબીજા સાથે ખુશીઓની વહેંચણી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કેપ્શનમાં લખ્યું છે ‘૨૧-૬-૨૦૨૩ અને પેરેન્ટહૂડ જર્ની શરૂ થઈ’. એક મહિના પહેલા દીકરાની મમ્મી બનેલી અને દીપિકાએ થોડા દિવસ પહેલા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર પર તેના ઘરે દીકરી આવશે તેવી શક્યતા વ્યક્ત કરનારી ગૌહર ખાને અભિનંદન પાઠવ્યા છે. તો કપલના ફેન્સે પણ તેમને અભિનંદન આપ્યા છે અને તેઓ તેના બાળક માટે પ્રાર્થના કરી રહ્યા હોવાનું કહી આશીર્વાદ વરસાવ્યા છે. દીપિકાની ડિલિવરી શોએબના બર્થ ડેના બીજા દિવસે થઈ હતી. રાતે કપલે તાત્કાલિક હોસ્પિટલ દોડવું પડ્યું હતું અને સી-સેક્શન કરાવવું પડ્યું હતું. શોએબે તેના વ્લોગમાં જણાવ્યું હતું કે, તેઓ અચાનક ડિલિવરી માટે જરા પણ તૈયાર નહોતા. બાળક દ્ગૈંઝ્રેંમાં હોવાથી કપલ તેને દિવસમાં બે વખત મળવા માટે જાય છે. શોએબે કહ્યું હતું કે, આ સ્થિતિમાં બાળકને જાેવું તેના માટે મુશ્કેલ હતું પરંતુ દિવસ જતાં તેની હેલ્થમાં સુધારો આવી રહ્યો છે. મા-બાળકને જલ્દીથી ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી આશા તેણે વ્યક્ત કરી હતી. તેણે ઉમેર્યું હતું કે, પરિવારનું કોઈ પણ સભ્ય બાળકને મળ્યું નથી તેથી તે જલ્દી ઘરે લઈ જઈ બધાને મળાવવા માગે છે. સીરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ પર પ્રેમમાં પડ્યા બાદ દીપિકા અને શોએબે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. ગત વર્ષે આશરે દોઢ મહિનાની પ્રેગ્નેન્સી બાદ એક્ટ્રેસનું મિસકેરેજ થયું હતું અને જાન્યુઆરી ૨૦૨૩માં તેણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આ માટે તે ખૂબ ટ્રોલ થઈ હતી. કેટલાકે તો તેના બેબી બમ્પને ફેક ગણાવ્યો હતો. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપતાં શોએબે કહ્યું હતું કે, લોકો કોમેન્ટ કરે છે કે દીપિકા બેબી બમ્પ બતાવવા માટે કેટલા ઓશીકા બદલશે. લોકોની વાતોની તેમના પર પણ માનસિક અસર પડે છે. જાે લોકો પ્રેમ આપવાનું બંધ કરી દેશે તો પણ તેઓ સાથે જ રહેશે. તેણે તેની પર્સનલ લાઈફમાં દખલગીરી કરવાનો કોઈને હક આપ્યો નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.