Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં ભારત ટોચ પર પહોંચ્યું વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીને સૌથી વધુ ૩૯ વિકેટ મળી
    Cricket

    ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપમાં ભારત ટોચ પર પહોંચ્યું વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીને સૌથી વધુ ૩૯ વિકેટ મળી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 30, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩ની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૧૦૦ રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારત તેની છટ્‌ઠી મેચ જીતી પોઈન્ટ્‌સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું છે. ભારતની આ જીતમાં ફાસ્ટ બોલરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહે ૩ જયારે મોહમ્મદ શમીએ ૪ વિકેટ ઝડપી હતી. આ સાથે જ શમી વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં બેસ્ટ બોલર બની ગયો છે.

    મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડ સામે ૭ ઓવરમાં ૨૨ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન શમીએ તેની પહેલી અને ત્રીજી ઓવરમાં સતત ૧૩ ડોટ બોલ ફેંકી ૨ વિકેટ પણ ઝડપી હતી. તેણે પહેલા સ્ટોક્સને અને પછી બેયરસ્ટોને બોલ્ડ કર્યો હતો. શમીએ તેની ૭ ઓવરમાં ૫.૩ ઓવર ડોટ ફેંકી હતી. મોહમ્મદ શમીની આ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩માં બીજી મેચ હતી. તેણે ૨ મેચમાં કુલ ૯ વિકેટ ઝડપી છે. શમીએ આ ૯ વિકેટ સાથે વન-ડે વર્લ્ડ કપમાં કુલ ૩૯ વિકેટ ઝડપી છે. શમીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ ૧૩ મેચ રમી છે. આ ૧૩ મેચમાં જ તે વર્લ્ડ કપ ઈતિહાસનો બેસ્ટ બોલર બની ગયો છે. વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી ૨૦ વિકેટ લેનાર બોલરોમાં શમીની એવરેજ ૧૪.૦૭ અને સ્ટ્રાઈક રેટ ૧૬.૯૭ની છે. વર્લ્ડ કપ ઈતિહાસમાં આ કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.