ઈપ્સોસ ગ્લોબલ ટ્રસ્ટવર્દીનેસ ઇન્ડેક્સ ૨૦૨૩ નો ડેટા જાહેર થયો. આ ડેટા અનુસાર ભારતમાં ટીચર સૌથી વધુ ભરોસાપાત્ર છે. જયારે પૂરી દુનિયામાં ડોક્ટરને સૌથી વધુ ભરોસાપાત્ર જણાવ્યા હતા. દેશમાં શિક્ષકો બાદ આર્મી ફોર્સના જવાન અને ત્રીજા નંબરે ડોકટરનો સમાવેશ થાય છે. અ સિવાય ભારતીયોને જજ અને વૈજ્ઞાનિકો પર ખુબ ઓછો ભરોસો છે. ભારત સહીતના ૩૧ દેશોમાં ૨૨,૮૧૬ લોકોના સેમ્પલના આધારે આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે.
ભારતના શિક્ષકો પર ૫૩%, સશસ્ત્ર બળ પર ૫૨%, ડોક્ટર પર ૫૧% લોકોએ ભરોસો બતવ્યો હતો. આ સિવાય વૈજ્ઞાનિક પર ૪૯%, જજ પર ૪૬%, સામાન્ય પુરુષ અને મહિલાઓ પર ૪૬% અને બેન્કર પર ૪૫% લોકોએ ભરોસો બતાવ્યો હતો. તેમજ વૈશ્વિક લેવલ પર લોકોએ ડોકટર પર ૫૮%, વૈજ્ઞાનિકો પર ૪૫%, શિક્ષકો પર ૫૩% અને સશસ્ત્ર બળ પર સૌથી વધુ ભરોસો નોંધાયો હતો.
ગ્લોબલ માર્કેટ રિસર્ચર, ઈપ્સોસ ઇન્ડિયાના સીઈઓ અમિત અદાકારે કહ્યું કે ભારતના લોકો શિક્ષકો, સશસ્ત્ર બળના સભ્યો અને ડોકટર પર સૌથી વધુ ભરોસો કરે છે. આ બધા પ્રોફેશન સમર્પણ અને સેવા સાથે જાેડાયેલા છે. જે આપના સમાજના મહત્વપૂર્ણ અંગ છે અને સમાજનો પાયો છે. તેમને એમ પણ કહ્યું કે કોરોના સમયે જયારે દેશમાં લોકડાઉન હતું, ત્યારે આ ત્રણેય પ્રોફેશને દેશમાં સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું.
જાપાન અને સાઉથ કોરિયા સિવાય પૂરી દુનિયામાં શિક્ષકો પર લોકોની વિશ્વસનીયતા જાેવા મળી. આ સિવાય ભારતમાં કેબીનેટ મંત્રી અને સરકારી અધિકારીઓ પર ૩૯%, રાજનેતાઓ પર ૩૮%, પાદરી અને પુજારી પર ૩૪%, પોલીસ પર ૩૩%, સિવિલ સેવકો પર ૩૨%, વકીલો પર ૩૨%, પત્રકારો પર ૩૦% ભારતીયોએ ભરોસો બતાવ્યો હતો. આ મામલે જાે વૈશ્વિક સ્તરે લોકો વિશે વાત કરીએ તો ૬૦% લોકો રાજકારણીઓને સૌથી અવિશ્વાસુ માનતા હતા. આ પછી ૫૩% લોકોએ કેબિનેટ મંત્રી અથવા સરકારી અધિકારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતા.
આ અંગે અદારકરે જણાવ્યું હતું કે ભારતીય રાજનીતિ અને સરકારી વિભાગોની કામગીરીમાં ઘણી પારદર્શિતા હોવા છતાં પણ નાગરિકોને તેમનામાં અવિશ્વાસ છે.
આ ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકોની છબી શરૂઆતથી જ સારી રહી નથી. સમયાંતરે ભ્રષ્ટાચારના કેટલાક મામલા પ્રકાશમાં આવતાં તેમની છબી કલંકિત થઈ છે.
ભારતમાં કોઈપણ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર કેટલો વિશ્વાસ છે?
શિક્ષક- ૫૩%
સશસ્ત્ર દળો – ૫૨%
ડોક્ટર- ૫૧%
વૈજ્ઞાનિકો – ૪૯%
જજ- ૪૬%
સ્ત્રીઓ- ૪૬%
બેંકર – ૪૫%
આખી દુનિયામાં ડોક્ટરો પછી વૈજ્ઞાનિકો પર ભરોસો કરવામાં આવે છે
ડોક્ટર- ૫૮%
વૈજ્ઞાનિકો – ૫૭%
શિક્ષક- ૫૩%
સશસ્ત્ર દળો – ૫૩%