ભારત ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. ૨૦૪૭માં ભારતની અર્થવ્યવસ્થા ૩૦ ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે. નીતિ આયોગ દ્વારા ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેને ત્રણ મહિનાની અંદર વડાપ્રધાન રજૂ કરી શકે છે. આ ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટમાં ઘણી વાતનો ઉલેખ્ખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને ડીસેમ્બર ૨૦૨૩ સુધીમાં તેને લોકો સામે મૂકવામાં આવશે.
નીતિ આયોગના સીઈઓસુબ્રમણ્યમ દ્વારા આ જાણકરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલફેર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્નોલોજી અને ગવર્નન્સ સંબંધિત વિવિધ મંત્રાલયોના ૧૦ સેક્ટરલ જૂથે છેલ્લા બે વર્ષથી આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સમય ફાળવ્યો છે. આ વિઝન ડોક્યુમેન્ટમાં જણાવ્યું છે કે ૨૦૪૭ સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ ૩૦ ટ્રિલિયન ડૉલર થઈ જશે અને માથાદીઠ આવક પણ વધીને ૧૭,૫૯૦ ડૉલર થઈ જશે. હાલમાં ભારતની જીડીપીનું કદ ૩.૭ ટ્રિલિયન ડોલર છે અને માથાદીઠ આવક ૨૪૫૦ ડોલરની આસપાસ છે.
નીતિ આયોગના સીઈઓએ કહ્યું કે, વિઝન ડોક્યુમેન્ટ એવા ક્ષેત્રો અને ટેક્નોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં ભારતને ૨૦૪૭ સુધી વિશ્વના નેતૃત્વ સુધી પહોંચાડી શકે અને આ ક્ષેત્રો અને ટેકનોલોજીમાં સંસ્થાકીય અને માળખાકીય સુધારાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. ફૈાજૈં મ્રટ્ઠટ્ઠિંજ્ર૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અગાઉ એસ એન્ડ પી ગ્લોબલ એન્ડ મોર્ગન સ્ટેનલે ભારતના સંદર્ભમાં ભવિષ્યવાણી કરી હતી ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૩૦ સુધીમાં એક લાંબી છલાંગ મારી જાપાન અને જર્મની જેવી મોટી અર્થવ્યવસ્થા પાછળ છોડી દેશે. ગોલ્ડમેનને તેના રીપોર્ટમાં કહ્યું કે, ૨૦૭૫ સુધીમાં ચીન ૫૭ ટ્રીલીયન ડોલરની સાથે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને તેના પછી ૫૨.૫ ટ્રીલીયન ડોલર સાથે ભારત આ યાદીમાં બીજા ક્રમે નામ અંકિત કરશે. ત્યારબાદ ક્રમશ અમેરિકા,યુરોપ અને જાપાન આ યાદીમાં જાેવા મળશે