Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»AAIUDF ના ચીફની વિવાદાસ્પદ ટિપ્પણી રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનામાં મુસ્લિમો નંબર-વન
    Politics

    AAIUDF ના ચીફની વિવાદાસ્પદ ટિપ્પણી રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનામાં મુસ્લિમો નંબર-વન

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આસામના ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ચીફ મૌલાના બદરુદ્દીન અજમલે રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમોને નંબર ૧ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે જેલ જવામાં પણ નંબર ૧ છીએ. બદરુદ્દીને આ નિવેદન ૨૦ ઓક્ટોબરના રોજ આસામમાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યુ હતું. ત્યારબાદથી તેમની ટીકા કરવામાં આવી રહી છે. જાેકે, બદરુદ્દીન પોતાના નિવેદન પર કાયમ છે. બીજી તરફ એક ઈન્ટરવ્યુમાં પોતાના નિવેદનની સ્પષ્ટતા આપતા તેમણે કહ્યુ કે, મેં કંઈ ખોટુ નથી કહ્યું. ગુનાઓમાં સામેલ થવાની આદત સીધી રીતે શિક્ષણના અભાવથી જાેડાયેલી છે.

    આસામના ગોલપારા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન બદરુદ્દીન અજમલે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણના અભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેના કારણે મુસ્લિમો ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધુ સામેલ થાય છે. તેમણે આગળ કહ્યું કે, અમારા બાળકોને શાળાએ જવાનો સમય નથી પરંતુ જુગાર રમવાનો અને લોકો સાથે છેતરપિંડી કરવાનો ખૂબ સમય છે. આ તમામ ખોટા કામોમાં મુસ્લિમો સામેલ છે. આ દુઃખદ વાત છે.

    તેમણે કહ્યું કે, લોકો ચંદ્ર અને સૂરજ પર પહોંચી રહ્યા છે અને અમે જેલ જવા પર પીએચડી કરી રહ્યા છે. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ચાલ્યા જાઓ તમને જાેવા મળી જશે કે, કોણ સંપૂર્ણ બહુમતમાં છે. તેમણે આ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મેં વિશ્વભરમાં મુસ્લિમ સમુદાયોમાં શિક્ષણનો અભાવ જાેયો છે અને મેં ઘણી વાર એ વાત કહી છે કે, આપણા બાળકો શિક્ષણ નથી લઈ રહ્યા. હાયર એજ્યુકેશન નથી લઈ રહ્યા અને અહીં સુધી કે તેઓ મેટ્રિક પણ નથી કરતા. યુવાનોને શિક્ષણનું મહત્વ બતાવવા માટે મેં ગુનામાં નબર ૧ વાળી વાત કહી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rahul gandhi: EC પર રાહુલ ગાંધીના આરોપો, ચૂંટણી પંચે આપી સ્પષ્ટતા

    June 21, 2025

    Punjab માં ઉમેદવારો પક્ષના ચિન્હ વિના પંચાયત ચૂંટણી લડશે.

    September 5, 2024

    Haryana માં કોંગ્રેસ પાસે સીએમ માટે આ 3 ચહેરા સામે આવ્યા.

    September 2, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.