નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના પુસ્તકોમાં હવે ઈન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે. એનસીઈઆરટીદ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે ર્નિણય લીધો છે. આ માટે એનસીઈઆરટીએ ૧૯ સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (એનએસટીસી)ની રચના કરવામાં આવી હતી.
વિપક્ષી ગઠબંધને તેનું નામ બદલીને ઈન્ડિયારાખ્યા બાદ આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. હવે સમાચાર છે કે ટૂંક સમયમાં એનસીઈઆરટીપુસ્તકોમાં દરેક જગ્યાએથી ઈડિયાશબ્દને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. એનસીઈઆરટીપેનલ સમક્ષ આને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. પેનલના સભ્યોમાંથી જણાવવામાં આવ્યુ હતું કે આ દરખાસ્ત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. આ ઉપરાંત સમિતિએ પ્રાચીન ઈતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવાની ભલામણ પણ કરી હતી.
અભ્યાસક્રમમાં તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (આઈકેએસ) એટલે કે ઈન્ડિંયન નૉલેજ સિસ્ટમની શરુઆત પણ આ નવા ફેરફારનો એક ભાગ છે. આ સમિતિ તે ૨૫ સમિતિઓમાંથી એક છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે એનસીઈઆરટીસાથે કામ કરી રહી છે.