Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કેન્દ્રીય કર્મચારીઓ બાદ હવે રેલ કર્મચારીઓને લાભ દશેરા પર રેલ કર્મીઓને દિવાળી, મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો
    India

    કેન્દ્રીય કર્મચારીઓ બાદ હવે રેલ કર્મચારીઓને લાભ દશેરા પર રેલ કર્મીઓને દિવાળી, મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 24, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેન્દ્ર સરકારે છ દિવસ પહેલા જ કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો હતો ત્યારે હવે આજે દશેરાના પર્વે જ રેલવે બોર્ડે પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.આ જાહેરાત સાથે જ રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના ૪૬ ટકા સુધી વધી જશે. પહેલા કર્મચારીઓને મૂળ પગારના ૪૨ ટકા જ ડીએ મળતું હતું. આ વધારો ૧ જુલાઈ ૨૦૨૩થી જ અમલમાં આવશે અને કર્મચારીઓને બાકીના પગારમાં વધારાનો ડીએ મળશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાતના છ દિવસ બાદ રેલવે બોર્ડે આ જાહેરાત કરી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને બોનસ આપવાની પણ જાહેરાત કરી હતી.

    રેલવે કર્મચારી યુનિયનોઓને દશેરાના પર્વે અને દિવાળીના તહેવાર પહેલા કરેલી આ જાહેરાતને આવકારી છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે ડીએ કર્મચારીઓનો અધિકાર છે, તે જુલાઈથી મળવાનો હતો. જાે કે દિવાળી પહેલા તેની ચૂકવણીની જાહેરાત કરવાના ર્નિણયને અમે આવકારીએ છીએ. ભારતીય રેલવે અને ઉત્પાદન એકમોના જનરલ મેનેજર અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરોને મોકલવામાં આવેલ એક સંદેશામાં કહેવામાં આવ્યું છે કે રેલવે બોર્ડના અધ્યક્ષ આ ર્નિણય લેતા ખુશ છે કે રેલ્વે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ૪૬ ટકા કરવામાં આવ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત સમિટ 2026માં રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે મોદીને હરાવવા જઈ રહ્યા છીએ’

      November 14, 2026

      રાહુલ ગાંધીએ શેર કર્યો પિતા રાજીવ ગાંધીનો 36 વર્ષ જૂનો પત્ર, PM મોદીને ફરી આપી ડિબેટની ચેલેન્જ

      November 13, 2026

      IBPS Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક, આજે જ અરજી કરવાની છેલ્લી તારીખ, જાણો પગાર અને લાયકાત

      November 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.