Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સરહદ પર ભારત અને ચીન વચ્ચે સબંધો સુધર્યા નથી ચીને એલએસી પર સૈન્ય બળ વધાર્યું, હેલિપેડ બનાવ્યા
    India

    સરહદ પર ભારત અને ચીન વચ્ચે સબંધો સુધર્યા નથી ચીને એલએસી પર સૈન્ય બળ વધાર્યું, હેલિપેડ બનાવ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સૈન્ય કમાન્ડરો વચ્ચે ઘણી વાટાઘાટો છતાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધર્યા નથી. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને એક મોટો ખુલાસો કર્યો છે.

    તેમણે કહ્યું છે કે આજે પણ ચીને મોટા પાયે પોતાના સૈનિકો એલએસી પર તૈનાત કર્યા છે. તેમજ ચીન એલએસી પર આજે પણ અન્ડરગ્રાઉન્ડ સ્ટોર્સ, રસ્તાઓ, એરફિલ્ડ્‌સ અને હેલિપેડ બનાવી રહ્યું છે. પેન્ટાગોને એમ પણ કહ્યું છે કે ચીન પાસે આજે ૫૦૦ થી વધુ પરમાણુ હથિયારો છે. ચીન ૨૦૩૦ સુધી પરમાણુ હથિયારની સંખ્યા ૧૦૦૦થી વધુ અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનો ખજાનો કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.

    અમેરિકા પાસે ૩૭૫૦ એક્ટીવ પરમાણુ હથિયાર છે. તેમજ રશિયા પાસે ૫૮૮૯ છે. જયારે આ બાબતમાં ભારત અને પાકિસ્તાન ઘણા પાછળ છે. જેમાં ભારત પાસે ૧૬૪ અને પાકિસ્તાન પાસે ૧૭૦ હથિયાર છે. પેન્ટાગોને કહ્યું કે ચીન પરંપરાગત જમીન, હવા અને સમુદ્ર તેમજ પરમાણુ, અવકાશ, કાઉન્ટર-સ્પેસ, ઈ-વોરફેર અને સાયબર સ્પેસ સહિત યુદ્ધના તમામ ક્ષેત્રોમાં તેની ક્ષમતાને સતત વધારી રહ્યું છે. આમ કરીને તે પોતાની સેનાને આધુનિક બનાવી રહ્યું છે. પેન્ટાગોનનો અહેવાલ જણાવે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ૨૦૪૯ સુધીમાં ચીનની મીલીટરીને વર્લ્ડ ક્લાસ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

    ભારત-ચીન બોર્ડર બાબતે પેન્ટાગોને તેના રિપોર્ટમાં કહ્યું છે કે ૩,૪૮૮ કિલોમીટર લાંબા એલએસી પર ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડની તૈનાતી ૨૦૨૩ સુધી ચાલુ રહેશે. ૯-૧૦ ઓક્ટોબરના રોજ કોર્પ્સ કમાન્ડર-લેવલની મંત્રણાના ૨૦મા રાઉન્ડ પછી, ડેપસાંગ (ડેમચોક ખાતેનું ક્ષેત્ર અને ચેરિંગ નિંગલુંગ નાલા ટ્રેક જંક્શન)માં મુખ્ય બે સંઘર્ષ થતા સ્થળને શાંત કરવામાં કોઈ સફળતા મળી નથી.

    પેન્ટાગોને કહ્યું કે ચીને ગયા વર્ષે વેસ્ટર્ન ઝોનમાં સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો. દરેક રેજીમેન્ટમાં સામાન્ય રીતે ટેંક, તોપખાના, એર સિક્યુરિટી મિસાઈલ અને અન્ય હથિયાર સાથે ૪૫૦૦ સૈનિકો હોય છે. આ ઉપરાંત એલએસી પર ડોક્લામ પાસે ત્રણ ક્ષેત્રમાં નવા રસ્તા, પેંગોંગ ઝીલ પર એક નવો પુલ, એક એરપોર્ટ અને હેલીપેડ બનાવવામાં આવે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.