Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»શરૂઆતના ઘટાડા બાદ બજારમાં સુધારો થયો સેન્સેક્સમાં ૨૪૮ અને નિફ્ટીમાં ૪૬ પોઈન્ટનો ઘટાડો નોંધાયો
    Business

    શરૂઆતના ઘટાડા બાદ બજારમાં સુધારો થયો સેન્સેક્સમાં ૨૪૮ અને નિફ્ટીમાં ૪૬ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શરૂઆતી ઘટાડા બાદ બજાર નિચેથી સુધર્યું હતું અને સેન્સેક્સ અને નિફ્ટી નિચેથી સુધરીને બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ ફ્લેટ બંધ થયા. ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદારી હતી જ્યારે મેટલ, એનર્જી, રિયલ્ટી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ફાર્મા, બેન્કિંગ અને ઈન્ફ્રા શેર્સ પર દબાણ હતું.

    વિપ્રો, ટેક મહિન્દ્રા, યુપીએલ, સન ફાર્મા અને એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝર હતા. બજાજ ઓટો, એલટૂઆઈમાઈન્ડટ્રી, નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકોર્પઅને અલ્ટ્રાટેક સિમેન્ટનિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૨૪૭.૭૮ પોઈન્ટ્‌સ અથવા ૦.૩૮ ટકાના ઘટાડા સાથે ૬૫,૬૨૯.૨૪ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૪૬.૪૦ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકાના ઘટાડા સાથે ૧૯૬૨૪.૭૦ ના સ્તર પર બંધ થયો હતો.

    ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે સવારે બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. દિવસ દરમિયાન બજાર નીચલા સ્તરેથી રિકવર થયું હતું. પરંતુ બજાર બંધ થાય તે પહેલા પ્રોફિટ બુકિંગ ફરી વળ્યું હતું અને આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૨૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫,૬૨૯ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૬૨૪ પોઈન્ટ પર બંધ થયો હતો. આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ, મીડિયા, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરોમાં તેજી જાેવા મળી હતી. આજના કારોબારમાં મિડ-કેપ શેર્સમાં ઘટાડો જાેવા મળ્યો હતો જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. સેન્સેક્સના ૩૦ શૅર્સમાંથી ૮ શૅર લાભ સાથે અને ૨૨ શૅર નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના ૫૦ શૅરમાંથી ૧૭ શૅર તેજી સાથે અને ૩૩ શૅર નુકસાન સાથે બંધ થયા હતા.

    આજે પણ બજારમાં ઘટાડાથી શેરબજારના રોકાણકારોને નુકસાની વેઠવી પડી છે. બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૩૨૦.૯૧ લાખ કરોડ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૨૧.૩૯ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.૪૮,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. શેરની મુવમેન્ટ પર નજર કરીએ તો બજાજ ઓટો ૬.૭૨ ટકા, નેસ્લે ૩.૭૪ ટકા, હીરો મોટોકોર્પ ૩.૫૭ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૯૦ ટકા, સિપ્લા ૧.૦૫ ટકા, ગ્રાસિમ ૧.૦૨ ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે વિપ્રો ૨.૯૮ ટકા, ટેક મહિન્દ્રા ૧.૨૬ ટકા, યુપીએલ ૧.૧૩ ટકા, હિન્દાલ્કો ૧.૦૫ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    H-1B વિઝા ફીમાં ભારે વધારો, ભારતીય IT ક્ષેત્ર પર મોટી અસર

    September 20, 2025

    Canara Utsav: પરંપરા, કલા અને મહિલા સશક્તિકરણનો અનોખો સંગમ

    September 20, 2025

    Multibagger Stock: 2 વર્ષમાં 900% વળતર આપનારી કંપની, રોકાણકારો માટે ખુશીની લહાણી

    September 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.