Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»જાે બાઇડેને કરી ૧૦૦ મિલિનય ડોલર ફંડની જાહેરાત ગાઝા અને વેસ્ટ બેંકને માનવીય સહાયતા આપશે અમેરિકા
    WORLD

    જાે બાઇડેને કરી ૧૦૦ મિલિનય ડોલર ફંડની જાહેરાત ગાઝા અને વેસ્ટ બેંકને માનવીય સહાયતા આપશે અમેરિકા

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકાના પ્રેસિડેન્ટ જાે બાઇડેન ઇઝરાયેલ પ્રવાસે આવ્યા હતા. તેમણે નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, યુએસ પ્રમુખ જાે બાઇડેન તેલ અવીવમાં ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે અમેરિકા ગાઝા અને પશ્ચિમ કાંઠે રહેતા લોકોને માનવતાવાદી સહાય તરીકે ઇં ૧૦૦ મિલિયનનું ભંડોળ પૂરું પાડશે. ઉપરાંત બાઇડેને કહ્યું, મોટાભાગના પેલેસ્ટિનિયન હમાસ નથી. હમાસ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી. હમાસ ગાઝામાં નિર્દોષ, નાગરિકો-પરિવારોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે.

    પેલેસ્ટિનિયન લોકો પણ ખૂબ પીડાય છે. ગઈકાલે ગાઝાની હોસ્પિટલમાં થયેલા પ્રચંડ હુમલાથી હું દુઃખી થયો હતો. યુનાઇટેડ સ્ટેટ્‌સ સ્પષ્ટપણે સંઘર્ષ દરમિયાન નાગરિક જીવનના રક્ષણ માટે ઊભું છે. ઇઝરાયેલ રાજ્યનો જન્મ વિશ્વના યહૂદી લોકો માટે સલામત સ્થળ તરીકે થયો હતો. જાે ઈઝરાયેલ ન હોત તો આપણે તેની શોધ કરવી પડત. હું તમને વચન આપું છું, અમે તમને શક્ય તમામ મદદ કરીશું. આ ઉપરાંત બાઇડેને કહ્યું, આ હુમલા બાદ પ્રથમ ક્ષણથી જ મારું વહીવટીતંત્ર ઇઝરાયેલના નેતૃત્વના નજીકના સંપર્કમાં છે. ગાઝાના લોકોને ખોરાક, પાણી, દવા, આશ્રયની જરૂર છે. આજે, મેં ઇઝરાયેલી કેબિનેટને ગાઝામાં નાગરિકોને જીવન-રક્ષક માનવતાવાદી સહાય પહોંચાડવા માટે સંમત થવા કહ્યું. સહાય હમાસને નહીં, નાગરિકોને જવી જાેઈએ. ઇઝરાયેલ સંમત થયું કે માનવતાવાદી સહાય ઇજિપ્તથી ગાઝા તરફ જવાનું શરૂ કરી શકે છે. જાે હમાસ સહાયને રોકશે અથવા ચોરી કરશે તો તેણે મોટી કિંમત ચૂકવવી પડશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.