સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ જે અગાઉ ટિ્વટર તરીકે ઓળખાતું હતું તેણે હવે યૂઝર્સને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી હોય તેવું દેખાય છે. ઈલોન મસ્કની માલિકી હેઠળની કંપની ‘એક્સ’ એ હવે માઈક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈક, રિપ્લાય અને રિપોસ્ટ કરવા જેવા બેઝિક ફીચર્સ માટે પણ સબ્સક્રિપ્શન ચાર્જ વસૂલવાની યોજના બનાવી છે. હાલમાં આ ટ્રાયલ બેઝ પર શરૂ થશે.
માહિતી અનુસાર આ બેઝિક ફીચર્સનો ઉપયોગ કરવા માટે પણ હવે યૂઝર્સે વાર્ષિક ૧ ડૉલરનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. નવા સબ્સક્રિપ્શનને ‘નોટ એ બોટ’ નામ આપવામાં આવ્યું છે. તે હેઠળ ટિ્વટરના યૂઝર્સ પાસેથી લાઈક્સ, રિપોસ્ટ અથવા કોઈ અન્ય એકાઉન્ટથી કરાયેલી ટિ્વટને ક્વૉટ કરવા કે રિપ્લાય આપવા તથા વેબવર્ઝન પર બુકમાર્ક કરવા માટે આ ચાર્જ ચૂકવવો પડશે.
જાેકે આ મામલે ઈલોન મસ્કની માલિકી હેઠળની કંપનીનું કહેવું છે કે બોટ્સ અને સ્પેમર્સને કાઉન્ટર કરવા માટે આ ર્નિણય લેવામાં આવી શકે છે. જુદા જુદા દેશોની કરન્સીના એક્સચેન્જ રેટના આધારે સબ્સક્રિપ્શનની કિંમતમાં વધ-ઘટ થઈ શકે છે. હાલમાં ન્યૂઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં એક્સના યૂઝર્સ માટે આ સબ્સક્રિપ્શન સેવા ઉપલબ્ધ થશે. ટ્રાયલ દરમિયાન વર્તમાન યૂઝર્સને તેની કોઈ અસર નહીં થાય પણ નવા યૂઝર્સે આ ચાર્જ ચૂકવવો પડી શકે છે જેઓ ફક્ત પોસ્ટ વાંચવા, જાેવા, વીડિયો જાેવા કે એકાઉન્ટને ફોલો કરવા માગે છે.