પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. સૌમ્યા વિશ્વનાથનની ૨૦૦૮માં થયેલ હત્યામાં સામેલ પાંચ આરોપીઓને બુધવારે દિલ્હીની સાકેત કોર્ટે દોષિત ઠેરવ્યા છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે નેલ્સન મંડેલા રોડ પર ચાલતી કારમાં સૌમ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપીઓની સજાને લઇને ૨૬ ઓક્ટોબરે કોર્ટમાં ચર્ચા થશે.
કોર્ટે આરોપી રવિ કપૂર, બલજીત મલિક, અમિત મલિક અને અમિત શુક્લાને હત્યાના દોષી ઠેરવ્યા છે. અમિત સેઠી નામના આરોપીને ૪૧૧ મકોકા હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.જે આરોપીઓને બુધવારે દોષી ઠેરવવામાં આવ્યા હતા તેમની સજા અંગે ૨૬ ઓક્ટોબરે ચર્ચા થશે. તે પછી, તેને આગામી તારીખે જ આ ગુના માટે સજા ફટકારવામાં આવશે. અગાઉ, સાકેત કોર્ટે બચાવ અને પ્રચાર પક્ષોની દલીલો પૂર્ણ કર્યા પછી ૧૩ ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ર્નિણય અનામત રાખ્યો હતો.પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ સવારે ૩ઃ૩૦ વાગ્યે કામ પરથી ઘરે પરત ફરતી વખતે તેમની કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.