Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»બિગ બોસ ૧૭ની જાદુઈ દુનિયા બીગ બોસમાં સ્પર્ધકોએ બતાવવી પડશે દિલ અને દિમાગની તાકાત
    Entertainment

    બિગ બોસ ૧૭ની જાદુઈ દુનિયા બીગ બોસમાં સ્પર્ધકોએ બતાવવી પડશે દિલ અને દિમાગની તાકાત

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દર્શકોના મનપસંદ રિયાલિટી શો બિગ બોસની સીઝન ૧૭ની અંદરની તસવીરો સામે આવી છે જે દર્શાવે છે કે આ સીઝન પણ ખૂબ જ મનોરંજક અને પાછલી સીઝન કરતાં તદ્દન અલગ હશે. આવો અમે તમને ‘બિગ બોસ ૧૭’ના ઘરની જાદુઈ દુનિયાની એક ઝલક બતાવીએ. બિગ બોસના મુખ્ય ગેટથી પ્રવેશતા જ બગીચાના વિસ્તારનો સુંદર નજારો જાેવા મળે છે, જ્યાં બેસવાની સારી વ્યવસ્થા છે. આ વિસ્તારને વિવિધ કલાકૃતિઓથી શણગારવામાં આવ્યો છે. બિગ બોસ ૧૭’નો કિચન એરિયા એવો છે કે સ્પર્ધકો ભોજનની સાથે વાતચીતનો આનંદ માણી શકશે અને દર્શકોને મનોરંજનનો પૂરો ડોઝ પણ આપશે.

    મુખ્ય દરવાજા જેમાંથી સ્પર્ધકો ઘરમાં પ્રવેશ કરશે તેને અરીસાઓથી શણગારવામાં આવ્યો છે. લિવિંગ એરિયાનો ફ્લોર યુરોપિયન શેરીઓની ઝલક આપે છે અને આર્કિટેક્ચર એવું છે કે જેમાં વિવિધ સંસ્કૃતિઓનો પ્રભાવ જાેવા મળે છે. બિગ બોસના ઘરનો વિસ્તાર રોમિયો અને જુલિયટથી પ્રેરિત છે. લક્ઝુરિયસ બાથરૂમ ઉપરાંત, ઘરમાં મેડિટેશન રૂમ, થેરાપી રૂમ અને આરામદાયક સોફા પણ છે. બિગ બોસના ઘરના બીજા સેક્શનને લાકડાથી ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે વિચારકોની ચેમ્બર જેવું લાગે છે. ઘરની એક દિવાલ પર સાયબોર્ગ અને એક રહસ્યમય પ્રાણીની ઝલક છે જે નવી અને જૂની દુનિયાની ઝલક આપે છે. સલમાન ખાન પણ ‘બિગ બોસ ૧૭’ હોસ્ટ કરતો જાેવા મળશે. તમે કલર્સ ટીવી પર સોમવારથી શુક્રવાર રાત્રે ૧૦ વાગ્યે શો જાેઈ શકો છો અને શનિવાર-રવિવારે રાત્રે ૯ વાગ્યે તેનો આનંદ લઈ શકો છો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.