અફઘાનિસ્તાનમાં ભૂંકપથી ભારી તબાહી બાદ હવે તાઈવાનના પૂર્વી તટ પર આજે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૩ નોંધાઈ હતી. થોડા સમય માટે તાઈવાનની રાજધાનીની તમામ ઈમારતો જાેરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. પરંતુ અત્યાર સુધીમાં નુકસાનની કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. હવામાન બ્યૂરોએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર હુલિએન કાઉન્ટી નજીક સમુદ્રમાં ૭.૨ કિમી (૪.૫ માઈલ) ની ઊંડાઈએ હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે જાેરદાર ભૂકંપ બાદ લોકો ગરી ગયા છે. બધા પોત-પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. તાઈવાન બે ટેક્ટોનિક પ્લેટોના જંકશન નજીક સ્થિત છે અને ભૂકંપ માટે સંવેદનશીલ છે.
આ અગાઉ ૧૮ સપ્ટેમ્બરના રોજ તાઈવાનના ઉત્તર-પૂર્વમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા ૬.૧ આંકવામાં આવી હતી. ભૂકંપના કારણે ઈમારતો ધ્રુજી ઉઠી હતી. જાેકે, તે દરમિયાન પણ નુકસાન અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં નહોતી આવી. વર્ષ ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં તાઈવાનમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા રિકેટર સ્કેલ પર ૬.૮ આંકવામાં આવી હતી. આ દરમિયાન તાઈવાનના દક્ષિણ-પૂર્વી ભાગમાં લગભગ ૧૫૦ લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું.