Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ભારત અને પાકિસ્તાન મેચ અગાઉ શાહીનનું નિવેદન ટીમ ઇન્ડિયા સામે પાંચ વિકેટ ઝડપીશ ઃ શાહીન આફ્રિદી
    Cricket

    ભારત અને પાકિસ્તાન મેચ અગાઉ શાહીનનું નિવેદન ટીમ ઇન્ડિયા સામે પાંચ વિકેટ ઝડપીશ ઃ શાહીન આફ્રિદી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે તે ભારત સામે ૫ વિકેટ લેશે. શાહિને પોતાના નિવેદનથી ભારે હલચલ મચાવી દીધી છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ચાહકો આ શાનદાર મેચની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. શાહીનના આ નિવેદનથી ફેન્સની ઉત્સુકતા વધુ વધી હશે. પહેલીવાર ભારતમાં રમવા આવેલા શાહીન આફ્રિદીએ ભારત સામેની મેચ પહેલા કહ્યું હતું કે તે ભારત સામે ૫ વિકેટ લેશે. શાહીન અત્યાર સુધીમાં ૪૬ વન-ડે મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે બે વખત ૫ વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં શાહીનને ભારત સામે નવા બોલ સાથે બોલિંગ ફેંકતો જાેવાનું રસપ્રદ રહેશે.

    જાે કે, શાહીન અત્યાર સુધીની બે મેચમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં જાેવા મળ્યો છે. બંને મેચમાં (નેધરલેન્ડ અને શ્રીલંકા સામે) તેને માત્ર ૧-૧થી જ સફળતા મળી છે. શાહીન આફ્રિદીએ વન-ડે વર્લ્ડ કપ પહેલા રમાયેલા એશિયા કપ ૨૦૨૩માં ટીમ ઈન્ડિયા સામે બે મેચ રમી હતી. ભારત વિરૂદ્ધ ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં શાહીને ૧૦ ઓવરમાં માત્ર ૩૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી, જેમાં તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યા હતા. જાે કે વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ સુપર-૪ તબક્કાની બીજી મેચમાં ભારત સામે શાહીન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલર ભારત સામે માત્ર એક જ સફળતા મેળવી શક્યો. તેણે ૧૦ ઓવરમાં ૭.૯૦ની ઇકોનોમી સાથે ૭૯ રન આપ્યા હતા. ભારત સામે શાહીન આફ્રિદીના એકંદરે વન-ડે રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાની બોલરે ભારત સામે અત્યાર સુધીમાં ત્રણ વન-ડે રમી છે, જેમાં તેણે ૩૧.૨૦ની એવરેજથી ૫ વિકેટ ઝડપી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.