રાજ્યમાં સર્વત્ર વરસાદ જાેવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે વડોદરામાં રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાળવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડોદરામાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાદરામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. નવસારીના ખેરગામમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ખેરગામમાં સવારે ૬ થી ૮ વાગ્યા સુધીના ૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદને પગલે ખેરગામના રહેણાંક વિસ્તાર આસપાસના ખેતરો અને ખાડીમાં વરસાદી પાણી ભરાયા છે. વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રી દરમિયાન અનેક મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના સ્ય્ રોડ પર પણ રસ્તા પાણી-પાણી થયા છે. સવાર થતાં વરસાદનું જાેર ધીમું પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જાેવા મળી હતી. અનરાધાર વરસાદના કારણે કપરાડાના નાસિક હાઈવે પર પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.