સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના મેગા શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈને કરોડો કમાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. કેટલાક લોકો તેમાં ભાગ લઈ શકે છે અને ઈનામની રકમ પણ મેળવી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે તમને ખરેખર કેટલી ઈનામની રકમ મળે છે? જીતેલા પૈસા પર કેટલો આવકવેરો ભરવો પડશે? પંજાબના રહેવાસી જસકરણે દ્ભમ્ઝ્રની ૧૫મી સીઝનમાં ૧ કરોડ રૂપિયા જીત્યા છે. જાે કે, તે ૭ કરોડના છેલ્લા પ્રશ્ન પર અટવાઈ ગયો હતો અને તેણે ૧ કરોડ લઈને રમત બંધ કરવાનું વધુ સારું માન્યું હતું. પરંતુ જસકરણને ૧ કરોડ રૂપિયાની ઈનામની રકમમાંથી કેટલી રકમ મળી હશે અને જાે તેણે ૭ કરોડ રૂપિયા જીત્યા હોત તો તેના બેંક ખાતામાં કેટલી રકમ આવી હોત? એ પ્રશ્નનો જવાબ જાણવામાં પણ ઘણાને રસ હોય છે. ઇન્કમ ટેક્સનાં કાયદા મુજબ આપણે ઈનામની રકમ પર પણ ટેક્સ ભરવો પડે છે. હવે તમે વિચારતા હશો કે જે વ્યક્તિએ ઈનામની રકમ જીતી છે તેના સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવે છે, તો તે ખોટું છે. આવકવેરા વિભાગ આ નાણાં પર કોઈપણ સ્લેબને બદલે સીધો ૩૦% ટેક્સ વસૂલે છે. આટલું જ નહીં, એકત્ર કરાયેલા ટેક્સ પર ૪ ટકાનો સેસ પણ લેવામાં આવે છે.
પંજાબના જસકરણ સિંહ દ્ભમ્ઝ્રની ૧૫મી સિઝનના પ્રથમ કરોડપતિ વિજેતા બન્યો હતો. તેણે અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપીને ૧ કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું હતું. પરંતુ, લોકોને ૧ કરોડ રૂપિયામાંથી ટેક્સની રકમ બાદ કર્યા પછી કેટલા પૈસા મળશે તેમાં પણ રસ હોય છે. માટે જણાવી દઈએ કે જસકરણે ૧ કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે, પરંતુ તે બધા પૈસા તેના હાથમાં આવવાના નથી. જાે આપણે આવકવેરાના નિયમો વિશે વાત કરીએ, તો જસકરણે જીતેલી ૧ કરોડની રકમ પર ૩૦ ટકા એટલે કે રૂ. ૩૦ લાખનો ડાયરેક્ટ ટેક્સ ચૂકવવો પડશે. એટલું જ નહીં, તમને ઈનામની રકમ પર રાહત નથી મળતી, પરંતુ જાે તમારી જીતની રકમ ૫૦ લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે કાપેલા ટેક્સ પર ૧૦ ટકા સરચાર્જ પણ ચૂકવવો પડશે. આ સરચાર્જ ૧ કરોડથી વધુ રકમ પર ૧૫ ટકા રહે છે. આ રીતે, તમે સરચાર્જ તરીકે રૂ. ૩૦ લાખના ૧૦% એટલે કે રૂ. ૩ લાખ પણ ચૂકવશો. તો એ હિસાબે ૭ કરોડ રૂપિયા પર ૨ કરોડ ૧૦ લાખ રૂપિયા તો ટેક્સ ચૂકવી દેવો પડે છે. એ ૨ કરોડ ૧૦ લાખ રૂપિયામાં પણ ૧૫ ટકા સરચાર્જ ચૂકવવો પડે એટલે કે ૩ લાખ ૧૫ હજાર બીજા ચૂકવવા પડે. એમ જાેઈએ તો ૭ કરોડ જીતેલ વ્યક્તિનાં હાથમાં પૂરા ૫ કરોડ પણ આવતા નથી.