Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૧૮ નેપાળીઓને પણ યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢ્યા ઇઝરાયલથી વધુ ૨૮૬ નાગરિકો સાથેનું વિમાન દિલ્હી પરત ફર્યું
    India

    ૧૮ નેપાળીઓને પણ યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢ્યા ઇઝરાયલથી વધુ ૨૮૬ નાગરિકો સાથેનું વિમાન દિલ્હી પરત ફર્યું

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ, ભારત સરકારના “ઓપરેશન અજય” હેઠળ ૨૮૬ વધુ નાગરિકોને ઈઝરાયેલના યુદ્ધ વાતાવરણમાંથી બહાર કાઢીને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં નેપાળના ૧૮ નાગરિકો પણ સામેલ છે. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને આ તમામ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ તમામને ઓપરેશનના ભાગરૂપે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘરે લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓપરેશન અજય અંતર્ગત પાંચમી ફ્લાઈટમાં ૧૮ નેપાળી નાગરિકો સહિત ૨૮૬ મુસાફરો આવ્યા છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગનની તસવીરો પણ શેર કરી હતી. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દ્વારા આવેલા મુસાફરોમાં રાજ્યના ૨૨ લોકો હતા. અહેવાલ મુજબ, સ્પાઈસજેટ એરક્રાફ્ટ છ૩૪૦માં રવિવારે તેલ અવીવમાં લેન્ડિંગ બાદ ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. સમસ્યાને દૂર કરવા માટે પ્લેનને બાદમાં જાેર્ડન રવાના કરવામાં આવ્યું હતું. સમસ્યાને ઠીક કર્યા પછી, વિમાન લોકોને લઈને મંગળવારે તેલ અવીવથી પરત ફર્યું. આ વિમાન મૂળ સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાની પરત ફરવાનું હતું.

    ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ૨૪ કલાકનો હેલ્પલાઇન નંબર શરૂ કર્યું છે જેથી ત્યાં રહેતા ભારતીયોને તમામ પ્રકારની મદદ મળી શકે. નવી દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે જે ૨૪ કલાક ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં ભારતીયોની સ્થિતિ પર નજર રાખે છે. કંટ્રોલ રૂમ માટ ફોન નંબર ૧૮૦૦૧૧૮૭૯૭ (ટોલ ફ્રી), ૯૧-૧૧ ૨૩૦૧૨૧૧૩, ૯૧-૧૧-૨૩૦૧૪૧૦૪, ૯૧-૧૧-૨૩૦૧૭૯૦૫ અને ૯૧૯૯૬૮૨૯૧૯૮૮ છે. મદદ માટેનો ઈમેલ ID [email protected] છે. તલલ અવીવમાં ભારતીય દૂતાવાસે પણ ૨૪-કલાકની ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો ૯૭૨-૩૫૨૨૬૭૪૮ અને ૯૭૨-૫૪૩૨૭૮૩૯૨ જારી કર્યા છે. આ સાથે લોકોની મદદ માટે ઈમેલ આઈડી [email protected] પણ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોની સંખ્યા ૧૮૦૦૦ છે. આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. ભારત પરત ફરી રહેલા લોકોને પરત લાવવાનો ખર્ચ સરકાર પોતે ઉઠાવી રહી છે. જાે કે, દિલ્હી પરત ફર્યા પછી, નાગરિકો પોતપોતાના ખર્ચે પોતપોતાના રાજ્યોમાં જઈ રહ્યા છે અથવા રાજ્ય સરકારો તે ભોગવે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025

    India-Ghana relations:પીએમ મોદી ઘાના મુલાકાત

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.