Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વડોદરાના જિલ્લા વહીવટી તંત્રમાં વડોદરામાં ૧૪૨ અધિકારી અને કર્મચારીઓની એકસાથે બદલી
    Gujarat

    વડોદરાના જિલ્લા વહીવટી તંત્રમાં વડોદરામાં ૧૪૨ અધિકારી અને કર્મચારીઓની એકસાથે બદલી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વડોદરા જિલ્લા વહીવટી તંત્રમાં ૧૪૨ અધિકારીઓ અને કર્મચારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એકજ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારી કર્મચારીઓ ની બદલી કરવામાં આવી છે. કલેક્ટર અતુલ ગોર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. બઢતી પામેલા ૮૪ સહિત ૧૪૨ નાયબ મામલતદાર ક્લાર્ક અને તલાટીઓને પણ બદલી નાંખવામાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારના ભરતીના નિયમો મુજબ ૩૬ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ૩૫ ફીમેલ હેલ્થ વર્કરની સો ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે. આ માટે આજથી કોર્પોરેશનની વેબસાઈટ પર તારીખ ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે.

    આ ભરતી પ્રક્રિયા હાલમાં ખાલી રહેલી અને ભવિષ્યમાં ખાલી પડનાર કે ઉભી થનાર જગ્યા માટે કરવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યાને ધ્યાનમાં લઇ જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યૂ અંગે કોર્પોરેશન ર્નિણય કરશે. આ તમામ જગ્યાના પગાર ખર્ચની નાણાકીય જાેગવાઈ ગુજરાત સરકાર દ્વારા થનાર છે, અને તે મુજબ રાજ્ય સરકારને જરૂર જણાય તો પગાર ખર્ચની જાેગવાઈ મુજબ ઉમેદવારને રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્તિ પર લઈ જઈ શકશે અને સરકારના કોઈપણ સ્થળે ફરજ બજાવવા મૂકી શકશે, એટલે કે આ તમામ જગ્યા બદલી પાત્ર છે. આ ભરતીમાં ખાલી પડનાર કે ગ્રાન્ટ આધારિત નવી ઊભી થનાર જગ્યાની ભરતી પ્રક્રિયા ઉપલબ્ધ પસંદગી યાદી કે વેઇટિંગ લિસ્ટ પૈકી રોસ્ટરનો ક્રમ જાળવીને કરવામાં આવશે.

    ઉકત ૭૧ જગ્યામાંથી સામાન્ય અને મહિલા માટે ૫૦ બિન અનામત છે. આ તમામ જગ્યાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ જગ્યાની મુદત સરકારની મંજૂરીને આધીન રહેશે, અને કોર્પોરેશન ની જવાબદારી નક્કી થશે નહીં. આ જગ્યા ઓ માટે માસિક ફિક્સ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાયસી નિમણૂક થશે, ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરતા નિયત પગાર ધોરણથી નિયમ અનુસાર સમાવી લેવા વિચારણા કરવામાં આવશે .અત્રે એ ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં હજી થોડા વખત પહેલાં ૧૧ મહિનાના કરાર આધારિત ૫૫૪ વર્કરની ભરતી કરાઈ હતી. જેમાં ૧૦૬ પબ્લિક હેલ્થ વર્કર અને ૪૪૮ પુરુષ વર્કરનો સમાવેશ થતો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.