આઝાદી ના અમ્રુત મહોત્સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ નિમિત્તે ડાંગ જિલ્લા સરકારી પુસ્તકાલય-આહવા ખાતે, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેધાણીની ૧૨૭મી જન્મ જયંતિની ઉજવણી કરવામા આવી હતી.આ કાર્યક્રમમા રમત-ગમત કચેરીના શ્રી મયુરભાઇ સોલંકી, શ્રી ભાવેશભાઇ અને ગ્રંથાલય ક્ચેરીના શ્રીમતી આર.પી .નાઇક ઉપસ્થીત રહ્યા હતા.શ્રી મયુરભાઇ સોંલકીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીજીના જીવન વિશે બે શબ્દો બોલીને વિધાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. ત્યાર બાદ પુસ્તક પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ. જેમા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીના પુસ્તકો અને સ્પર્ધાત્મક સાહિત્યના પુસ્તકો મુકવામા આવ્યા હતા.ઉપસ્થિત વિધાર્થીઓએ પુસ્તક પ્રદર્શનો લાભ લઇ, નવો સક્લ્પ લીધો કે, ‘પુસ્તક એ સંસ્કાર ઘડતરનુ પારણુ છે. વાંચન એ વ્યક્તી વિકાસનુ બારણું છે. જેના માટે સારૂ વાંચન કરીયે એમ સંક્લ્પ લીધો હતો.કાર્યક્રમના અંતે ‘મેરી માટી, મેરા દેશ’ નિમિતે ઉપસ્થીત મેહમાનો અને પુસ્તકાલયના સ્ટાફ દ્વારા સાફ સફાઇ અને વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.
