Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»૫ ઓક્ટા.થી ૧૯ નવે. દરમિયાન વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ પાક. ટીમ બાબરની કેપ્ટનશીપમાં પ્રથમવાર ભારતમાં વન ડે રમશે
    Cricket

    ૫ ઓક્ટા.થી ૧૯ નવે. દરમિયાન વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ પાક. ટીમ બાબરની કેપ્ટનશીપમાં પ્રથમવાર ભારતમાં વન ડે રમશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આઈસીસી દ્વારા ભારતમાં રમાનાર વનડે વર્લ્ડ કપ ૨૦૨૩નું શેડ્યુલ જાહેર કરી દેવાયું છે. ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર દરમિયાન રમાનારી આ ટુર્નામેન્ટની સૌથી મોટી ટક્કર ૧૫ ઓક્ટોબરે અમદાવાદમાં થશે. ભારત-પાકિસ્તાનની ટક્કર જાેવા આખી દુનિયા આતુર છે. પાકિસ્તાનની ટીમ ભારત આવવાની તૈયારી કરી રહી છે. બાબર આઝમ સાથે ભારતમાં એવું થવા જઈ રહ્યું છે, જે તેણે અત્યાર સુધીના કરિયરમાં ન તો જાેયું છે અને ન તો અનુભવ્યું છે. પાકિસ્તાનની ટીમ બાબર આઝમની કેપ્ટનશીપમાં પહેલીવાર ભારતમાં રમશે.
    બાબર પણ તેના ઇન્ટરનેશનલ કરિયરમાં પ્રથમ વખત ભારતમાં મેચ રમશે. તે આખી દુનિયામાં ઘણી જગ્યાએ રમ્યો, પરંતુ હવે તેને ભારતમાં રમવાનો અનુભવ મળશે. દુનિયાનું કોઈ પણ મેદાન જ્યાં ભારતીય ટીમ પાકિસ્તાન સાથે ટકરાય છે, તે મેદાન જ તેનું હોમ ગ્રાઉન્ડ બની જાય છે. આખું સ્ટેડિયમ વાદળી રંગમાં રંગાઈ જાય છે અને હવે રોહિત શર્માની ટીમ ઘરઆંગણે પાકિસ્તાન સાથે ટકરાશે. આવી સ્થિતિમાં સ્ટેડિયમની સાથે સમગ્ર શહેરનું વાતાવરણ કેવું બને છે તે બાબર પ્રથમ વખત જ જાેશે.
    પાકિસ્તાનની ટીમ ભારતમાં ઘણી વનડે રમી ચૂકી છે. વર્ષ ૧૯૮૩ અને ૨૦૧૩ વચ્ચે ભારતમાં બંને વચ્ચે ૩૦ મેચ રમાઈ હતી, જેમાં ભારતે ૧૧ મેચ જીતી હતી, જ્યારે ૧૯ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં ઓક્ટોબરમાં બાબર આઝમની આગેવાની હેઠળની વર્તમાન પાકિસ્તાની ટીમ પ્રથમ વખત ભારતીય ધરતી પર રમશે.
    પાકિસ્તાનની ટીમ છેલ્લે વર્ષ ૨૦૧૩માં ભારતના પ્રવાસે આવી હતી. એ પ્રવાસ પર પાકિસ્તાનની ટીમની કમાન મિસ્બાહ-ઉલ-હકના હાથમાં હતી. ટીમમાં નાસિર જમશેદ, મોહમ્મદ હાફીઝ, કામરાન અકમલ, સઈદ અજમલ, અઝહર અલી સહિતના ખેલાડીઓ હતા, જેમાંથી મોટાભાગના ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને કેટલાક લાંબા સમયથી ટીમની બહાર છે અને વર્લ્ડ કપ માટે તેમની ટીમમાં વાપસી લગભગ અશક્ય છે.
    બાબરની કેપ્ટનશીપમાં એ જ પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમશે, જેણે હાલ ન્યુઝીલેન્ડ સામે વનડે સિરીઝ રમી હતી. ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે. ફખર ઝમાન, શાન મસૂદ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ વસીમ, હરિસ રઉફ એવા નામ છે જેઓ પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં રમવાનું લગભગ નિશ્ચિત છે અને આ એવા ખેલાડીઓ છે જેઓ આજ સુધી ભારતમાં રમ્યા નથી.
    આવી સ્થિતિમાં પાકિસ્તાનની વર્તમાન ટીમ પ્રથમ વખત ભારતમાં રમવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાનની વર્તમાન ટીમ છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ તેની સામે પડકાર પણ જબરદસ્ત બનવાનો છે. બાબરની ટીમ ભારત સાથે ટકરાઈ હોવા છતાં તે તમામ મેચો વિદેશી મેદાનો પર રમાઈ હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Sarfaraz Khan: બુચી બાબુ ટુર્નામેન્ટનો હીરો સરફરાઝ, ઈજાને કારણે હવે ટીમની બહાર

    August 31, 2025

    T20 Cricket: સલમાન નિજારે માત્ર 2 ઓવરમાં કમાલ કરી, 12 બોલમાં 11 છગ્ગા ફટકાર્યા!

    August 30, 2025

    KL Rahul Became India’s Captain? જાણો આઈસીસીનો નિયમ અને આખી વિગત

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.