આશરે ૧૯ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ દીપિકા કક્કર તેના નવજાત દીકરાને લઈને ઘરે આવી ગઈ છે. ૨૧ જૂનના રોજ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી અને આ જ દિવસે તેની ડિલિવરી થઈ હતી, જે બાદ ૧૦ જુલાઈના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. એક્ટ્રેસ અને તેનો પતિ શોએબ હાલ જે ઘરમાં રહે છે ત્યાં રિનોવેશન ચાલી રહ્યું છે. તેઓ બાજુના ઘરને હાલના ઘર સાથે અટેચ કરી ૫ મ્ૐદ્ભ બનાવી રહ્યા છે. તેઓ બાળકના આગમન પહેલા જ ઘર તૈયાર કરાવવા માગતા હતા પરંતુ પ્રીમેચ્યોર ડિલિવરીના કારણે તેમ થઈ થઈ શક્યું નહીં. હવે જ્યારે કામ ચાલી રહ્યું છે, ત્યારે ધૂળ-માટી અને સતત અવાજમાં દીકરો પરેશાન ન થાય તે માટે દીપિકા દીકરા અને પતિ શોએબ ઈબ્રાહિમ સાથે નણંદ સબા ઈબ્રાહિમના ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે, જે તે જ બિલ્ડિંગમાં ઉપરના માળે આવેલું છે.
સબા ઈબ્રાહિમે જ્યારથી ઉપર ઘર લીધું છે ત્યારથી તેના પર આરોપ લાગતો આવ્યો છે કે, તે કોઈને ત્યાં રહેવા દેતી નથી. ત્યારે તેણે લેટેસ્ટ વ્લોગમાં ભાઈ-ભાભી ભત્રીજા સાથે નવા ઘરમાં શિફ્ટ થયા હોવાની માહિતી આપી હતી અને ટ્રોલર્સને પણ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ભાઈ-ભાભી હોસ્પિટલથી પાછા આવી ગયા છે. તેમણે જ કહ્યું હતું કે, તેઓ થોડા સમય ઉપરના માળે રહેશે. હું હંમેશાથી કહેતી આવી છું કે મારું ઘર ખુલ્લુ છે. મારા ભાઈએ મને ફોન કરીને કહ્યું હતું કે, તેમના રિનોવેટેડ ઘરમાં કલરકામ ચાલી રહ્યું હોવાથી તેઓ મારા ઘરે રહેશે. બાળકને નવા કલરની સ્મેલથી અસર થાય છે. હું હંમેશાથી ઈચ્છતી હતી કે, તેમને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહે. સબાએ આગળ કહ્યું હતું કે ‘તે મારું ઘર છે. પરંતુ મિત્રો તે મારા એકલાનું ઘર નથી. પરિવારમાં રહેતા દરેકનો તેના પર હક છે. હું ગમે ત્યાં રહું પણ તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જેમને લાગે છે કે હું મારા ઘરની ચાવી કોઈને આપતી નથી.
અમ્મીએ કહ્યું હતું કે, દરેકને યોગ્ય સમય આવ્યે ખબર પડી જશે. થોડા દિવસ પહેલા જ મને આ વાતનું ખરાબ લાગ્યું હતું અને હું સ્પષ્ટતા પણ કરવાની હતી’. જે બાદ તેના અમ્મીએ કહ્યું હતું કે, ‘ઘર હોય કે ગમે તે હોય, આ બધાનું છે. અમે દરેક સાથે હળીમળીને રહેવામાં માનીએ છીએ. દીપિકા કક્કર હંમેશા ઘરના દરેક સભ્યને ગિફ્ટ આપી સ્પેશિયલ ફીલ કરાવતી રહે છે. હવે જ્યારે તે મમ્મી બની ગઈ છે ત્યારે સબાએ તેને સોનાનું બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું હતું, આ સિવાય ભત્રીજા માટે પણ ઘણું શોપિંગ પણ કર્યું હતું. જણાવી દઈએ કે. દીપિકાનું બાળક પ્રીમેચ્યોર હોવાથી આશરે ૧૫ દિવસ સુધી તેને દ્ગૈંઝ્રેંમાં રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન તે પોતે પણ ડિસ્ચાર્જ લેવાના બદલે હોસ્પિટલમાં રહી હતી.