Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»હેમા માલિનીએ કડવા અનુભવ અંગે કરી વાત ડિરેક્ટર ઈચ્છતા હતા કે હું મારી સાડીની પિન હટાવી દઉં
    Entertainment

    હેમા માલિનીએ કડવા અનુભવ અંગે કરી વાત ડિરેક્ટર ઈચ્છતા હતા કે હું મારી સાડીની પિન હટાવી દઉં

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હિન્દી સિનેમામાં ડ્રીમ ગર્લ તરીકે પ્રખ્યાત પીઢ અભિનેત્રી હેમા માલિની ભારતીય સિનેમાની સૌથી ફેવરિટ અભિનેત્રીઓમાંથી એક છે. અત્યારના દર્શકોને પણ તેઓ પોતાની કળાથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યાં છે. તેવામાં હાલમાં એક ઇન્ટરવ્યૂમાં હેમા માલિનીએ એ ઘટના અંગે વાત કરી હતી, જેનો સામનો તેમને ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતી દિવસોમાં કરવો પડ્યો હતો. તેમણે એ પણ ખૂલાસો કર્યો હતો કે, રાજ કપૂરે તેમને ફિલ્મ સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ માટે પણ સંપર્ક કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં પીઢ અભિનેત્રી હેમા માલિનીએ એક ડિરેક્ટર અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ ઈચ્છતા હતા કે, હું મારી સાડીની પિન હટાવી દઉં. તેમણે યાદ કર્યું કે, કઈ રીતે તેઓ (ડિરેક્ટર) ઈચ્છતા હતા કે, એક સીન દરમિયાન મારી સાડી ખભા પરથી હટી જાય.

    હેમા માલિનીએ જણાવ્યું હતું કે, તેઓ આવા પ્રકારનો સીન શૂટ કરવા માગતા હતા. કારણ કે, હું હંમેશા મારી સાડી પર પિન લગાવતી હતી. મેં કહ્યું હતું કે, સાડી નીચે પડી જશે, પરંતુ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, હું એ જ ઈચ્છું છુ. રાજ કપૂરની ફિલ્મ સત્યમ્‌ શિવમ્‌ સુંદરમમાં ઝિનત અમાન અને શશી કપૂરે કામ કર્યું હતું. આ ફિલ્મ ૧૯૭૮માં આવી હતી, જેને દર્શકો ઘણી પસંદ કરી હતી, પરંતુ શું તમે જાણો છો કે, આ ફિલ્મ સૌથી પહેલા હેમા માલિનીને ઑફર થઈ હતી? તે જ ઇન્ટરવ્યૂમાં હેમાએ ખૂલાસો કર્યો હતો કે, રાજ કપૂર એ જાણતા હતા કે, હું એ ફિલ્મ નહીં કરું તેમ છતાં તેમણે આ રોલ મને ઑફર કર્યો હતો. રાજ કપૂરે મને કહ્યું હતું કે, આ એક એવી ફિલ્મ છે, જેને તમે નહીં કરો, પરંતુ હું ઉત્સુક છું કે, તમે આ ફિલ્મ કરો. આ તમામની વચ્ચે હેમા માલિની અત્યારે ઘણા ચર્ચામાં છે. કારણ કે, તેઓ હાલમાં જ ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલના લગ્નમાં નહતાં ગયાં. એટલું જ નહીં, તેમની ૨ પુત્રી અહાના અને ઈશા દેઓલ પણ કરણના લગ્નમાં નહતી ગઈ. જાેકે, હવે ઈશાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેર કરી કરણ અને તેની પત્ની દ્રિશા આચાર્યને નવી શરૂઆત માટે શુભેચ્છા આપી હતી. આ સાથે જ બંનેના પરિવાર વચ્ચેની તિરાડની અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jasmin Bhasin On Wedding: અલી ગોની સાથે લગ્ન બાદ શું જાસ્મીન ભસીન ધર્મ બદલશે? એક્ટ્રેસે કર્યો ખુલાસો

    May 8, 2025

    Anushka Sharma and Virat Kohli: વિરાટ કોહલીને અનુષ્કા શર્માએ કર્યો નજરઅંદાઝ?, યુઝર્સે કહ્યું- અવનીતના સ્કેન્ડલ બાદ ભાભી ગુસ્સે

    May 8, 2025

    Raid 2 Box Office Collection Day 6: બજેટનો 280% કમાણી કરી 13 રેકોર્ડ બનાવ્યા

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.