સદીઓના મહાનાયક અમિતાભ બચ્ચન હાલના સમયમાં એક ફિલ્મ માટે લગભગ ૧૨થી ૧૪ કરોડ રૂપિયા ચાર્જ લે છે. પરંતુ એક સમયની વાત છે કે, તેઓની સુપરહિટ ફિલ્મ ડોનમાં બચ્ચન સાહેબને કો-સ્ટારથી પણ ઓછી ફી મળી હતી. હાલમાં જ અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો કે, તેઓનો ડોન ટાઇટલ પસંદ ન હતું કારણ કે, તે જમાનામાં અંડરવર્લ્ડનું પોપ્યુલર નામ ડૉન હતું.
૧૯૭૮ માં આવેલી ડોન ફિલ્મમાં બીગ બી સિવાય જીનત અમાન, પ્રાણ, સત્યેન્દ્ર કપૂર જેવા મોટા સ્ટાર હતા. પરંતુ આ મૂવીમાં અમિતાભ બચ્ચન બાદ પોપ્યુલર કેરેક્ટર જસજીત આહૂજાનું હતું જેનો અભિનય પ્રાણે કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ફિલ્મમાં લીડ એક્ટર અમિતાભ હોવા છતા પ્રાણને વધુ ફી મળી હતી. ફિલ્મમાં પ્રાણનું કેરેક્ટર એટલું પોપ્યુલર થયું કે, તેને જાેવા માટે સૌ કોઇ થિયેટરમાં જવા લાગ્યા.
રિપોર્ટસ અનુસાર ડૉન ફિલ્મનું બજેટ ૭૦ લાખ રૂપિયા હતું અને બોક્સ ઓફિસ પર ૭ કરોડનું કલેક્શન કર્યું હતું. જાે કે, પ્રાણ બોલિવુડના એવા એક્ટર છે જેને ઘણી ફિલ્મોમાં હીરો કરતા વધારે ફી મળી હતી.
તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એવુ પણ કહ્યુ હતું કે, તેમને ડોન ફિલ્મનું ટાઈટલ એટલા માટે પસંદ ન હતું, કારણ કે એ જમાનમાં આ નામની એક પોપ્યુલર અંડરવિયર બ્રાન્ડ પણ હતી. હાલમાં આ ફિલ્મની રિમેક પણ બની હતી, અને હિટ ગઈ હતી. જેમાં શાહરૂખ ખાને અભિનય કર્યો હતો.
જૂની ડોન ફિલ્મમાં પ્રાણે અમિતાભ બચ્ચનના મિત્રનુ પાત્ર ભજવ્યુ હતું. જેમાં તેઓ લંગડા ચાલતા હતા. હકીકતમાં આ ફિલ્મના શુટિંગ દમરિયાન પ્રાણ રિયલમાં ઘાયલ થયા હતા, જેથી તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેથી તેમના પાત્રને પણ બાદમાં ફિલ્મમાં એવો જ બતાવવામાં આવ્યો હતો. જેથી તેઓ યોગ્ય રીતે શુટિંગ કરી શકે.
પ્રાણ હંમેશાથી બોલિવુડના સદાબહાર કલાકાર રહ્યાં છે. જેઓને હીરો કરતા પણ વધારે ફી ઓફર કરાતી હતી.