સાંજ પડતાની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ લાઈટ્સથી ઝળહળી ઉઠે છે અને તેનો પડછાયો જ્યારે નદીમાં પડે ત્યારે સુંદર દ્રશ્ય સર્જાતું હોય છે. ત્યારે નવાઈની વાત એ છે કે, હવે અહીં પણ ચોરીઓ થવા લાગી છે. ૩૮૩ સિક્યુરિટી ગાર્ડસ અને ૮ કરોડનું વાર્ષિક સુરક્ષા બજેટ હોવા છતાં પણ બદમાશોએ તેમના નાક નીચેથી જ ડેકોરેટિવ લાઈટ્સ ચોરી કરી છે. આ ચાલાક ચોરોએ ૨૦૧૪થી અત્યાર સુધીમાં કુલ ૫૮ લાખ રુપિયાની લાઈટ્સ અને કોપર કેબલની ચોરી કરી છે. આમાની મોટાભાગની ચોરીઓ આંબેડકર અને સરદાર પુલ વચ્ચેના પટ પર સાંજના સમયે અથવા રાત્રે થાય છે. એટલે હવે કોર્પોરેશન દ્વારા સિક્યુરિટી ગાર્ડ્સ અને સુરક્ષા બજેટ ફાળવવામાં આવ્યું છે એના પર સવાલો ઉઠી રહ્યાં છે. આ ખતરો એટલો વધી ગયો છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડએ શુક્રવારના રોજ અખબારોમાં નોટિસ પ્રકાશિત કરી હતી. જેમાં લોકોને વીજળીના ઝાટકાથી બચવા અને થાંભલાઓને સ્પર્શ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં મેઈન્ટેન્સ અને સુરક્ષા એજન્સીઓને પણ નોટિસ જારી કરી છે અને ચોરી પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહેવાના કારણે એજન્સીને રુપિયા ૪૧ લાખનો દંડ ફટકાર્યો છે. આ રિવરફ્રન્ટ ૧૧.૨ કિમીમાં ફેલાયેલો છે. જેમાં પદયાત્રીઓ માટે નીચેની જગ્યા અને ઉપરના ભાગમાં વિવિધ આકર્ષણો જેવા કે ફ્લાવર પાર્ક, ઈવેન્ટ ગાર્ડન, એક વિશાળ સાર્વજનિક ઉદ્યાન અને રમતગમત સંકુલ છે. રિવરફ્રન્ટ પરના રસ્તાઓ, પાર્કિંગની જગ્યાઓ, ફૂટપાથ અને અન્ય જાહેર વિસ્તારોને પ્રકાશિત કરવા માટે ડેકોરેટિવ લાઈટ્સ અને સ્ટ્રીટ લેમ્પ્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. જાે કે, આ રીતે ચોરી થયા બાદ અહીં આવતા લોકોને નીચે અને ઉપરના ભાગમાં ચાલતી વખતે કેટલાંક