હાલ ઉત્તર ભારતમાં ભારે વરસાદે જાેરદાર તબાહી મચાવી છે. અહીં અત્યાર સુધીમાં ૯૧ લોકોનાં મોત થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. બીજી તરફ, ગુજરાતમાં પણ વરસાદે કેટલાંક વિસ્તારોમાં ધબધબાટી બોલાવી છે. જાે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો આ વિસ્તારોને શુષ્ક અને અર્ધ શુષ્ક માનવામાં આવે છે. ખાસ કરીને અહીં પીવાના પાણીની પણ ભારે તંગી છે. ત્યારે આ વખતે વરસેલા વરસાદે સૌરાષ્ટ્ર અને કચ્છને તરબોળ કરી દીધું છે. છેલ્લાં ૨૦ વર્ષની સરખામણીમાં અહીં સો ટકા વરસાદ નોંધાયો છે. તેમ છતા કેમ અહીં પીવાના પાણીની તંગી એવી ને એવી જ હોય છે? કારણ કે અહીં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીનો સંગ્રહ કરવો એ જ મોટી સમસ્યા છે. બીજી તરફ, સરકારી રેકોર્ડમાં પાણીની સપાટીના સ્તરમાં સુધારો થયો હોવાની વાત છે.
બીજી તરફ, નિષ્ણાંતોનું માનીએ તો તેઓ આ ઘટનાને વરસાદની પેટર્નમાં ફેરફાર માની રહ્યા છે. જેના કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે બિપોરજાેય સાયક્લોન પણ ત્રાટક્યું હતું અને એના કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે આ વર્ષે બિપોરજાેય પણ અતિવૃષ્ટિનું એક કારણ ગણાવી શકાય છે. તો સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં સિઝનનો ૬૫ ટકા તથા કચ્છ જિલ્લામાં ૧૧૨ ટકા વરસાદ નોંધાયો છે. તો ગુજરાતમાં સિઝનનો ૪૭ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. અહીં અત્યાર સુધીમાં ૩૪.૫ ટકા વરસાદ નોંધાયો છે. જાે કે, ચોમાસાને હજુ બે મહિનાનો સમય બાકી છે. ત્યારે એવી પણ આશા છે કે, આ વખતે હવે સામાન્ય વરસાદ પડી શકે છે. તો અલ નીનો પણ સક્રિય બની શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, પશ્ચિમ મધ્ય ભારત પર તેની અસર પડી શકે છે. જાે કે, મંગળવારે શહેરમાં થોડો તડકો નીકળ્યો હતો અને લોકોને પણ ભારે બફારાનો અહેસાસ થયો હતો. અમદાવાદમાં મંગળવારે ૩૪ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જે સોમવાર કરતા બે ડિગ્રી વધારે હતું. તો આ વખતે અમદાવાદમાં સિઝનનો ૫૦ ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે, તેમ છતા લોકોને બફારો લાગી રહ્યો છે. આગાહીનું માનીએ તો, આગામી દિવસોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો, બુધવારથી ગુજરાતમાં વરસાદ વિરામ લે એવી શક્યતા છે. જેના કારણે થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પાછલા અઠવાડિયામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો.