Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરતમાં આંખનો રોગચાળો વકર્યો કન્જક્ટિવાઇટિસનાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ ગઈ
    Gujarat

    સુરતમાં આંખનો રોગચાળો વકર્યો કન્જક્ટિવાઇટિસનાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ ગઈ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરમાં આંખનો રોગચાળો વકર્યો છે. કન્જક્ટિવાઇટિસનાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ૧૦ દિવસમાં કેસોની સંખ્યામાં ૧૦૦ ગણો વધારો થયો છે. પ્રતિ દિવસ આંખ આવવાના ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં બાળકોમાં ચેપનું પ્રમાણ વધુ છે, શાળાઓમાં વર્ગદીઠ ૫થી ૭ કેસ આવી રહ્યા છે. આંખનો રોગચાળો વધવાથી આંખની દવાની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. છેલ્લા એક પખવાડિયાથી કન્જક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે. સિઝનમાં ૨૫થી ૩૦ કરોડની દવા વેચાવાનો અંદાજ છે. ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ વિવિધ પ્રકારના રોગચાળામાં સતત ઉછાળો જાેવા મળે છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બાદ હવે કન્જક્ટિવાઇટિસના રોગમાં વધારો જાેવા મળી રહ્યો છે.

    સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાંથી ૪૦% જેટલા દર્દીઓ આંખ આવવાના રોગના જાેવા મળી રહ્યા છે. સતત વધી રહેલા કન્જક્ટિવાઇટિસ રોગના કારણે ડોક્ટર પણ સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે. છેલ્લા પખવાડિયાથી સુરત શહેરમાં કન્જક્ટિવાઇટિસ (આંખ આવવા)ના કેસો દેખાઈ રહ્યા છે. બાળરોગ અને આંખના રોગોના નિષ્ણાંતોના કહેવા મુજબ શહેરમાં કન્જક્ટીવાઈટીસ કેસ ૪૦ ટકા જેટલા વધ્યા છે. એડીનોવાઈરસ, ઇકો વાઈરસ, કોકાઈ વાઈરસ અને ફ્લૂ જેવા ઘણા વાઈરસથી કન્જક્ટીવાઈટીસ થાય છે. હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં પણ કન્જક્ટિવાઇટિસના કેસ વધ્યા છે. જેના લક્ષણો અર્થાત ક્લિનીક પેટર્ન જાેતા ‘એડીનો વાઈરસ’ના ચેપને કારણે કન્જક્ટીવાઈટીસના કેસ વધ્યા હોવાનું જણાઈ રહ્યું છે. ‘એડીનો વાઈરસ’ને કારણે શરદી, ખાંસી, તાવ, ઝાડા અને આંખનો ચેપ થાય છે. બીજા વાઈરસની તુલનામાં ‘એડીનો વાઈરસ’ને કારણે થતું કન્જક્ટીવાઈટીસ વધારે ગંભીર હોય છે. એર બોર્ન ડ્રોપલેટ્‌સ એટલે કે ખાંસી કે છીંક ખાતી વખતે કફ સાથે હવામાં ફેંકાતા કણો અને ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાતો હોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા ૯૦ ટકા લોકોને કન્જેક્ટીવાઈટીસનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે.

    શહેરમાં કન્જક્ટીવાઈટીસનો ચેપ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. સુરત શહેરના સિવિલ હોસ્પિટલમાં હાલ ચોમાસા દરમિયાન રોજિંદી ૩૦૦ જેટલી આંખ વિભાગ પાસે ઓપીડી આવે છે. જેમાંથી ૪૦% એટલે કે ૧૦૦થી વધુ દર્દીઓ કન્જેક્ટીવ વાયટીસ રોગના જાેવા મળી રહ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી આ રોગના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. આ રોગથી બચવા માટે દર્દીઓનો જે વસ્તુઓ વાપરે છે એ વસ્તુથી દૂર રહેવાની સલાહ ડોક્ટર આપી રહ્યા છે. આ ઉપરાંત આપણે ત્યાં એવી ગેરમાન્યતા છે કે કોઈની આંખોમાં જાેવાથી આ રોગ થઈ શકે છે જે વાત તદ્દન ખોટી હોવાનું પણ ડોક્ટર જણાવી રહ્યા છે. પિંક આઈઝ તરીકે ઓળખાતા આ રોગમાં જાે ચેપ તિવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાનિ થઈ શકે છે. છતાં જાે તકેદારી રાખવામાં આવે તો, શરદીની જેમ ખાસ ટ્રીટમેન્ટ વિના થોડા દિવસોમાં તેમાંથી રાહત મળી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.