સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો અત્યારે આવી ગયો છે. ત્યારે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી ગઈ છે.એટલું જ નહીં આ કેસમાં ૧૫ આરોપીઓને ૭ વર્ષની જેલની સજા થઈ છે.આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આ કેસમાં દોષિત જાહેર થયા છે. આ કેસમાં કુલ ૨૨ લોકો આરોપી છે. જેમાં ૨૨ આરોપીઓ પૈકી ૩ના મૃત્યુ થયા છે. ૨૦૧૩ના વર્ષમાં રૂ.૨૨.૫૦ કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. ૨૦૧૪માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે ૨૧ હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી.
આ કેસના ૧૯ આરોપી દોષિત સાબિત થયા છે. દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો હતો. ગત વર્ષે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા હતા. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું, એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા
વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ લાગ્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની છઝ્રમ્એ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર ૧૭ બોગસ કંપનીઓ બનાવીને રૂ. ૮૦૦ કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની ૮૦ ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને ૨૨ કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.