સંગીતા બિજલાની ૧૯૯૦ના દશકની સૌથી ચર્ચિત એક્ટ્રેસમાંથી એક છે. જાે કે હાલમાં સંગીતાએ પોતાની આગવી અદાથી લોકોને હેરાન કરી દીધા છે. તમને જણાવી દઇએ કે સંગીતાએ રવિવારના રોજ એટલે કે ૨૭ ઓગસ્ટની સાંજે મુંબઇમાં મિસ દિવાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન સંગીતાએ પિંક બોડીકોન કેરી કર્યો હતો અને રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ સાથે જાેરદાર પોઝ આપ્યા હતા જેનો વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ૬૩ વર્ષની ઉંમરમાં સંગીતા બિજલાનીનો આ અંદાજ જાેઇને લોકો વિચારમાં પડી ગયા કે આ ઉંમરમાં કોઇ આટલું હોટ કેવી રીતે લાગી શકે. આમ તમે તસવીરોમાં જાેઇ શકો છો કે સંગીતા બિજલાની કેટલી હોટ લાગી રહી છે. સંગીતાની આ લેટેસ્ટ તસવીરો પરથી એની ઉંમરની અસર કોઇ દેખાતી નથી. ૬૦ વર્ષની ઉંમર ક્રોસ થયા પછી પોતાને એક યંગ એક્ટ્રેસ રીતે પોતાની બોડી અને સ્કિનને મેન્ટેન કરે છે. સંગીતા બિજલાનીના આ લુક્સને જાેઇને લાખો લોકો વખાણ કરી રહ્ય છે.
આ સાથે અનેક લોકોએ ટાઇમલેસ બ્યૂટી પણ કહ્યું છે જે ઉંમર વધ્યા પછી કોઇ અસર દેખાતી નથી. હોટ અંદાજ ત્રિદેવ કો-સ્ટાર જૈકી શ્રોફને પણ ખૂબ પસંદ પડ્યો છે. જાે કે સંગીતાના વાયરલ વિડીયોમાં કમેન્ટ કરીને એજલેસ બ્યુટી લખ્યુ છે. સંગીતા બિજલાની આ તસવીર જાેઇને લોકો જાતજાતની કોમેન્ટસ કરી રહ્યા છે. એક ઇન્ટરનેટ યુઝર્સે લખ્યુ છે કે આ કેટલી મસ્ત લાગી રહી છે, જ્યારે બીજા એક યુઝર્સે લખ્યુ છે કે ગદર મચા દી હો…આટલું જ નહીં એક તો ૪૩ની હશે કે ૫૩ની..જાે કે અનેક લોકોએ ટ્રોલ પણ કરી છે અને લખ્યુ છે કે ૬૩ કિલો મેક અપ પણ લગાવ્યો છે, જ્યારે એકે ૬૩ સર્જરી. જાણકારી અનુસાર તમને જણાવી દઇએ કે સંગીતા બિજલાની ૯૦ના દશકમાં સલમાન ખાનની ગર્લફ્રેન્ડ હતી અને હાલમાં પણ દબંગ એક્ટરથી મિત્રતા છે. અનેક મિડીયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ટીનએજમાં હતા ત્યારે ખૂબસુરત સંગીતાને પ્રેમ કરતા હતા. તેઓ ૨૭ મે ૧૯૯૪થી સંગીતા સાથે લગ્ન કરવાની વાત પણ કરી ચુક્યા હતા, પરંતુ આ વસ્તુ શક્ય થઇ નહીં.