અમદાવાદ શહેરમાં શોર્ટકટમાં પૈસા કમાવવા એન્જીનીયર યુવકે ઇસરોની નોકરી છોડીને વાહન ચોર બન્યો છે. તેમજ વાહન ચોરી કરવામાં મજા આવતા ૧૭ વાહનોની ચોરી કરી. જેમાં નારણપુરા પોલીસે ઝ્રઝ્ર્ફ ફુટેજના આધારે વાહન ચોરની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા ઉમંગ વાછાણીએ શોર્ટકટ મની માટે ૨ મહિનામાં ૧૭ વાહનોની ચોરી કરી છે.
જેમાં આરોપી ઉમંગએ નારણપુરા વિસ્તારમાં જુદા જુદા સ્થળે એક્ટિવા ચોરી કરી હતી. તેમજ એક્ટિવા ચોરીનું પ્રમાણ વધતા પોલીસે ઝ્રઝ્ર્ફ ફૂટેજ અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનલિસી મદદથી પોલીસ આરોપી ઉમંગ વાછાણી સુધી પહોંચી હતી. તેની પૂછપરછમાં નારણપુરા, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટમાં ૧૫ એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે વલસાડમાંથી ૨ એક્ટિવા ચોરીને તપાસ શરૂ કરાઇ.
જેમાં પકડાયેલ વાહન ચોર ઉમંગ વાછાણી મૂળ વલસાડ નો રહેવાસી છે..અમદાવાદ માં મેમનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો એક વર્ષ પહેલાં એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ઇસરોમાં જુનિયર એન્જીનીયર તરીકે જાેડાયો હતો..આરોપીએ એક્ટિવા ચાલક ચાવી વાહનમાં ભૂલી જતા તેને મજાક મજાક માં વાહનની ચોરી કરી અને અમદાવાદ શહેરમાં ફર્યો. પેટ્રોલ પતી જતા વાહન બિનવારસી મૂકી દીધું હતું.
ત્યાર બાદ ફરી બીજી એક્ટિવા ચોરી કરી અને તેને વાહન ચોરી કરવામાં મજા આવવા લાગી જેથી નોકરી છોડીને ૨ મહિનામાં આરોપીએ ૧૭ વાહનની ચોરી કરી.પોતાની મહિલા મિત્રને ચોરીના વાહનમાં ફેરવતો હતો.હાલ નારણપુરા પોલીસએ વાહન ચોરી કેસમાં આરોપીની ધરપકડ કરીને ૧૫ ચોરીના વાહન જપ્ત કર્યા છે..
વાહન ચોરીમાં મજા અને શોર્ટ કટ મનીના ચક્કરમાં એન્જીનીયર યુવક વાહન ચોર બની ગયોઅને ૧૭ ચોરીના ગુના આચર્યા.મજાક મજાક માં શરૂ કરેલી ચોરી હવે ગંભીર ચોરીના ગુનામાં તબદીલ થઈ ગઈ છે.. નારણપુરા પોલીસે વાહન ચોરને વાડજ પોલીસને સોંપતા પોલીસે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી..