બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની અત્યારે ચારે તરફ ચર્ચા થઈ રહી છે. શાહરૂખ હવે તેની મચઅવેટેડ ફિલ્મ જવાન ફિલ્મમાં જાેવા મળશે. પઠાન ફિલ્મની સફળતા બાદ શાહરૂખ ફરી એક જાેરદાર ફિલ્મ સાથે મોટા પડદા પર પાછો આવી રહ્યો છે. તેની આ ફિલ્મને એટલી કુમારે ડિરેક્ટ કરી છે. ઉપરાંત ફિલ્મમાં નયનતારા, સાન્યા મલ્હોત્રા, વિજય તેસુપતિ અને પ્રિયામણી પણ જાેવા મળશે. શાહરૂખની આ ફિલ્મનું પ્રિવ્યૂ પણ તાજેતરમાં જ લોન્ચ થયું છે. ત્યારે હવે સલમાન ખાને શાહરૂખની આ ફિલ્મના પ્રિવ્યૂ ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, પઠાન જવાન થઈ ગયો છે. સલમાને શાહરૂખને આવનારી ફિલ્મ માટે શુભેચ્છા પણ આપી હતી. ફિલ્મ મેકર્સે હાલમાં જ જવાનનું પ્રિવ્યૂ ટ્રેલર લોન્ચ કર્યું છે. તેમાં શાહરૂખ ખાનનો અલગ લૂક જાેવા મળ્યો હતો. આ ટ્રેલર જાેયા પછી તો ફેન્સની આતૂરતા હજી વધી ગઈ છે.
સલમાન ખાને પણ ઈન્સ્ટાગ્રામ પર જવાન ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. તેણે કહ્યું હતું કે, તે આ ટ્રેલર જાેઈને ઘણો પ્રભાવિત થયો છે. સલમાને લખ્યું હતું કે, આ એવા પ્રકારની ફિલ્મ છે, જેનો અનુભવ માત્ર થિએટરમાં કરવો જાેઈએ અને જે દિવસે જવાન ફિલ્મ રિલીઝ થશે તે દિવસે તે ફિલ્મ જાેવા જરૂર જશે. સાથે જ સલમાને લખ્યું હતું કે, પઠાન જવાન બની ગયો છે. ટ્રેલર ઘણું જાેરદાર છે. આપને જણાવી દઈએ કે, શાહરૂખની આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. આ પહેલા જાન્યુઆરીમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન રિલીઝ થઈ હતી. ૩થી ૪ વર્ષ બાદ શાહરૂખ ફિલ્મી પડદે પરત ફર્યો હતો. ત્યારે તેના ફેન્સે પણ તેનું જાેરદાર સ્વાગત કર્યું હતું. તેમ જ તેની પઠાન ફિલ્મે સારી એવી કમાણી પણ કરી હતી. પઠાન ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો રોલમાં જાેવા મળ્યો હતો. જાેકે, ઘણા વર્ષો બાદ બંને સુપરસ્ટારને એકસાથે જાેઈને ફેન્સને મજા પડી ગઈ હતી.