Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»અમદાવાદમાં આજે વીઆઈપીઓનો મોટો જમાવડો ભારત-પાક. મેચ માટે દર્શકોને સવારે ૧૦થી એન્ટ્રી, ચુસ્ત બંદોબસ્ત
    Cricket

    અમદાવાદમાં આજે વીઆઈપીઓનો મોટો જમાવડો ભારત-પાક. મેચ માટે દર્શકોને સવારે ૧૦થી એન્ટ્રી, ચુસ્ત બંદોબસ્ત

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ શહેરમાં મેચ જાેવા માટે લાખોની સંખ્યામાં આવનારા દર્શકોની સુરક્ષા અને સુવિધાને લઈને પણ તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર્શકોને સવારે ૧૦ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જાેવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને વીઆઈપી મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

    મેચને પગલે ડીજીપી વિકાસ સહાયે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામા આવી છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને સ્ટેડિયમમાં ટ્રાફીક ટીમ અસામાજીક તત્વો પર વોચ રખાશે. અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સુરક્ષા રખાઈ છે. માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ સ્ટેડિયમ બહાર પણ પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. આ મેચમાં ૬ હજાર પોલીસકર્મી બંદોબસ્ત તૈનાત રહેશે સાથે એનએસજી, એનડીઆરએફ, આરએફએફ સહિતની ટીમો વ્યવસ્થામાં જાેડાઈ છે. મેચ દરમિયાન ક્રાઈમ બ્રાંચ, એટીએસની ટીમ પણ એક એક મુવમેન્ટ પર સતત નજર રાખશે. મેચ દરમિયાન ટ્રાફીક વ્યવસ્થા કરાઈ છે. તથા ટ્રાફિકને અગવડતા ન પડે તે માટે પ્રેક્ષકો મેટ્રોનો વધારે ઉપયોગ કરે તેવી વિનંતી છે.

    લોકોને અસામાજીક તત્ત્વો માટે બોગસ ટીકીટની બાબતોને ધ્યાને લઈ સતર્ક કરાયા છે. બાતમીના આધારે પણ કામગીરી કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશિલ વિસ્તારોમાં વોચ રાખવા જણાવાયું છે. વિજય સરધસની પરવાનગી સ્થાનિક પોલીસ નક્કી કરશે. આવતીકાલે મેચ રાત્રે ૧૦ કે ૧૦ઃ૩૦ કલાકે પૂર્ણ થવાની હોવાથી આવતીકાલે રાત્રે ૮ વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે. એટલું જ નહીં રાજ્યમાં તમામ પોલીસકર્મી અને એસઆરપીને સતર્ક રખાશે. આ ઉપરાંત અનધિકૃત ડ્રોનના ઉપયોગને ટાળવા માટે એન્ટી ગન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. એન્ટી ગન ડ્રોન ૨ કિ.મી.માં ઉડતા અનધિકૃત ડ્રોનની ઓળખ કરી શકે છે.

    રથયાત્રા બાદ હવે સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં ૪ આઈજી-ડીઆઈજી, ૨૧ ડીસીપી, ૪૭ એસીપી બંદોબસ્તમાં જાેડાશે. આ ઉપરાંત ૧૩૧ પીઆઈ, ૩૬૯ પીએસઆઈ સહિત ૭ હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે. સાથે જ આવતીકાલે ૪ હજારથી વધુ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષામાં જાેડાશે. મોદી સ્ટેડિયમમાં ૨ હજાર જેટલા સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે ૧ હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. સ્ટેડિયમ ખાતે બીડીડીએસ વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ind vs SL Women’s Tri Series Final: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત ક્રિકેટના મેદાન પર ચેમ્પિયન બનવા ઉતરશે, ફાઇનલમાં શ્રીલંકા સાથે ટક્કર

    May 10, 2025

    IPL 2025: વૈભવ સૂર્યવંશી પછી ભારતને મળ્યો બીજો 14 વર્ષનો ચમકતો તારો, બેવડી સદી ફટકારી

    May 6, 2025

    IPL 2025: ઇન્ડિયન આઇડલના ગાયકથી IPLના અમ્પાયર સુધી: 17 વર્ષમાં અદભૂત સફર

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.