Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»વિપક્ષી એકતાને ટક્કર આપવા ભાજપની તૈયારી શરૂ એનડીએન બેઠક માટે ચિરાગ-માંજીને ભાજપનું આમંત્રણ
    Politics

    વિપક્ષી એકતાને ટક્કર આપવા ભાજપની તૈયારી શરૂ એનડીએન બેઠક માટે ચિરાગ-માંજીને ભાજપનું આમંત્રણ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભાજપે પણ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતાને ટક્કર આપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે એનડીએથી અલગ થઈ ગયેલા સાથી પક્ષોને સાથે લાવવાની કવાયત પણ શરૂ કરી રહી છે. તે આની શરૂઆત બિહારથી કરવા જઈ રહી છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ૧૮ જુલાઈએ એનડીએની બેઠક બોલાવી છે. તેમણે લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન અને હિન્દુસ્તાની અવમ મોરચાના પ્રમુખ જીતન રામ માંઝીને બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.

    લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે કે, માંઝી અને ચિરાગ ફરી એનડીએમાં સામેલ થઈ શકે છે. તેઓ સતત અલગ-અલગ મુદ્દાઓ પર ભાજપને સમર્થન આપી રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પણ પટનામાં ચિરાગ પાસવાનને મળ્યા હતા. આ બેઠક એલજેપીઆરના નેતાઓની બેઠક દરમિયાન થઈ હતી. બેઠક બાદ ચિરાગે પોતાના નેતાઓને કહ્યું હતું કે, ભાજપ સાથે ગઠબંધનની વાત ઘણા સમયથી ચાલી રહી છે. હવે વધુ એક કે બે રાઉન્ડની વાતચીત થવાની છે.

    એનડીએની બેઠકમાં ચિરાગ પાસવાન, જીતન રામ માંઝીની પાર્ટી એચએએમ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાની આરએલજેડી અને મુકેશ સાહનીની પાર્ટી વીઆઈપી અંગે પણ ર્નિણય લેવામાં આવી શકે છે. જાે કે, આ તમામ નેતાઓ એનડીએમાં પાછા ફરવાના સંકેત આપી ચૂક્યા છે. કોઈપણ રીતે, ચિરાગ, માંઝી અને ઉપેન્દ્ર કુશવાહ અગાઉ પણ એનડીએમાં સામેલ થઈ ચૂક્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Punjab માં ઉમેદવારો પક્ષના ચિન્હ વિના પંચાયત ચૂંટણી લડશે.

    September 5, 2024

    Haryana માં કોંગ્રેસ પાસે સીએમ માટે આ 3 ચહેરા સામે આવ્યા.

    September 2, 2024

    Election Commission Haryana વિધાનસભા માટે નવી તારીખની જાહેરાત થઈ શકે છે.

    August 27, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.