Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ જુલાઈએ તેનું ઉદ્‌ઘાટન કરશે અમદાવાદ-જાેધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે
    India

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ જુલાઈએ તેનું ઉદ્‌ઘાટન કરશે અમદાવાદ-જાેધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજસ્થાનને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન જાેધપુરથી સાબરમતી (ગુજરાત) વચ્ચે દોડશે. આ અંગે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તે ૭ જુલાઈથી શરૂ થશે, પરંતુ તે પહેલા ૪ જુલાઈએ ટ્રાયલ થશે. આ ટ્રેન જાેધપુરથી સાબરમતી વચ્ચે ૫ સ્ટેશનો પર ઉભી રહેશે. તેના ઓપરેશન પહેલા રેલવે દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે. આ ટ્રેનના સફળ સંચાલન માટે અમદાવાદથી જાેધપુર જતી ૭ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

    જાેકે ત્રણ મહિના પહેલા, અજમેરથી દિલ્હી દોડતી વંદે ભારત ટ્રેનના સમય દરમિયાન, અન્ય એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનોના સમયપત્રકને ક્રોસ થઇ રહ્યું હતું. એવામાં તેની અસર વંદે ભારતના મુસાફરોના ભારણ પર પણ જાેવા મળી. તેમાંથી બોધપાઠ લઈને જાેધપુરથી ગુજરાત વચ્ચે ચાલનારી વંદે ભારતનું શેડ્યૂલ જાહેર કરતા પહેલા રેલવેએ આ વખતે કેટલીક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કર્યો છે.

    ૪ જુલાઈ સુધી જાેધપુરની ભગત કી કોઠી અને સાબરમતી વચ્ચે ટ્રાયલ રન થશે. આ પછી ૭ જુલાઈથી જાેધપુરથી સાબરમતી સુધી વંદે ભારતનું સંચાલન કરવામાં આવશે. તેના માટે મદાર કોચિંગ ડેપો પર જાેધપુરના રેલવે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે.
    એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ જુલાઈએ તેનું ઉદ્‌ઘાટન કરશે. જાે કે હજુ એ નક્કી નથી થયું કે ઉદ્‌ઘાટન વર્ચ્યુઅલ હશે કે પીએમ મોદી જાેધપુર આવશે.
    સ્ટાફને તાલીમ આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વે હેડ ક્વાર્ટર દ્વારા ડિવિઝનલ રેલ્વે મેનેજર જાેધપુરને એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ૭મી જુલાઈના રોજ વંદે ભારતના ઉદ્‌ઘાટનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે તેના માટે રેક જલદી જ આવી શકે છે

    .
    આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ જાેધપુરના ભગત કી કોઠી સ્ટેશનથી ચલાવવામાં આવશે. આ ટ્રેન સોમવારથી શનિવાર સુધી ચાલશે. મેન્ટેનન્સના કારણે રવિવારે ટ્રેન રદ રહેશે.
    જ્યારે સાબરમતીથી ૧૬ઃ૪૫ વાગ્યે નીકળીને ૨૨ઃ૪૫ વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન પાલી, ફાલના, આબુ રોડ (સિરોહી), પાલનપુર (ગુજરાત), મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે.
    જાણકારોના મતે માત્ર રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ભાડા અંગે હજુ સુધી કોઈ દર નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ, જાે જયપુરથી દિલ્હી સુધી ચાલતા વંદે ભારત સાથે સરખામણી કરવામાં આવે તો તેનું ભાડું પણ ૮૦૦ થી ૧૬૦૦ રૂપિયા હોઈ શકે છે.
    આમાં બે કેટેગરી છે. પ્રથમ ચેર કાર અને બીજી એક્ઝિક્યુટિવ. ચેર કારમાં ૮૦૦ રૂપિયા અને એક્ઝિક્યુટિવ કેટેગરીમાં ૧૬૦૦ રૂપિયા ભાડું નક્કી કરી શકાય છે. જેમાં રિઝર્વેશન, સુપરફાસ્ટ, ય્જી્‌ અને કેટરિંગ ચાર્જનો સમાવેશ થાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.