ડાર્લિંગ, દહાડ અને લસ્ટ સ્ટોરીઝ ૨ તેમ બેક-ટુ-બેક પ્રોજેક્ટમાં અદ્દભુત પર્ફોર્મન્સ આપવા માટે વાહવાહી મેળવી રહેલો વિજય વર્મા તેની પર્સનલ લાઈફના કારણે પણ લાઈમલાઈટમાં છે. તે તમન્ના ભાટિયા સાથે રિલેશનશિપમાં છે. બંને એકબીજા સાથે ગોર્જિયસ લાગે છે અને ઘણીવાર ફેન્સને કપલ ગોલ્સ આપતા રહે છે. થોડા દિવસ પહેલા જ તમન્નાએ તે વિજયને ડેટ કરતી હોવાની વાત સ્વીકારી હતી અને તેને ‘હેપ્પી પ્લેસ’ ગણાવ્યો હતો. જાે કે, એક્ટર તેના રિલેશનવિશે વધારે કંઈ બોલ્યો નથી. પરંતુ હાલમાં જ્યારે બંનેના સંબંધો પલ્બિસિટી સ્ટંટ હોવાની અફવા વહેતી થઈ ત્યારે તેને તેના પર પૂર્ણવિરામ મૂક્યું હતું અને આ વિશે વાત પણ કરી હતી. ઈન્ટરવ્યૂમાં વિજય વર્માને તે અફવા વિશે પૂછવામાં આવ્યું હતું કે, શું તે અને તમન્ના કપલ છે કે પછી આ કોઈ પબ્લિસિટી સ્ટંટ છે. તેણે સ્પષ્ટ રીતે પોતાની વાત રાખતાં કહ્યું હતું કે ‘હવે તે બિલકુલ સામે છે કે અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હું ખુશ છું અને તમન્નાના પ્રેમમાં છું.
મારા જીવનનો વિલન યુગ સમાપ્ત થયો છે અને રોમાન્સ યુગ શરૂ થયો છે. ઈન્ટરવ્યૂમાં વિજય વર્માએ રિલેશનશિપ વિશે વધારે ન બોલવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘હું અત્યારસુધીમાં ક્યારેય પણ મારા અંગત જીવન વિશે કંઈ બોલ્યો નથી, હકીકતમાં મારા અત્યારસુધીના કરિયરમાં. હું આગળ પણ તે જ યથાવત્ રાખવાનું પસંદ કરીશ. જીવનમાં દરેક બાબત માટે સમય તેમજ સ્થાન હોય છે અને તે સમયે હું વાત કરીશ. પણ હાલ તો હું શરમાળ છું અને વધારે તેમાં પડીશ નહીં’. આ સાથે એક્ટરે ઉમેર્યું હતું કે, તેનું માનવું છે કે તેના સંબંધો ખૂબ પ્રાઈવેટ છે અને તે તેમ જ રાખશે. ગત મહિને ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યૂમાં તમન્ના ભાટિયાએ તે વિજય વર્માના પ્રેમમાં હોવાની વાત સ્વીકારી હતી. આ સાથે તેણે કહ્યું હતું કે, કેટલીક મહિલાઓએ રિલેશનશિપમાં બધું એડજસ્ટ કરવું પડે છે અને કોઈના માટે બલિદાન પણ આપવું પડે છે.
પરંતુ તેના જીવનમાં તેવો વ્યક્તિ છે જેણે તે જેવી છે સ્વીકારી છે. આ સિવાય તે જે દુનિયામાંથી આવે છે તેને પણ સમજે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આ લવબર્ડ્સ હાલમાં જ પહેલીવાર ‘લસ્ટ સ્ટોરીઝ ૨’માં સાથે સ્ક્રીન શેર કરતાં દેખાયા હતા. વિજય વર્મા હવે ‘કાલકૂટ’માં દેખાશે, જેમાં તે પોલીસ અધિકારીના રોલમાં છે. તેમા તેની સાથે શ્વેતા ત્રિપાઠી પણ છે. ટીઝરને સારો રિસ્પોન્સ મળ્યો હતો અને શો ૨૭ જુલાઈએ ઓનએર થશે. તો તમન્ના ચિરંજીવી સાથે ફિલ્મ ‘ભોલા શંકર’માં સ્ક્રીન શેર કરતી દેખાશે, જેમાં કીર્તિ સુરેશ પણ છે. આ સિવાય તેની પાસે રજનીકાંત સાથેની ફિલ્મ ‘જેલર’ છે. આ બંને ઓગસ્ટમાં થિયેટરમાં રિલીઝ થશે.