Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજ્ય વિધાનસભામાં નાલેશીભર્યો દેખાવ રાજ્ય કોંગ્રેસમાં અધ્યક્ષ બાદ હવે પ્રભારી બદલાવાની શક્યતા
    Gujarat

    રાજ્ય વિધાનસભામાં નાલેશીભર્યો દેખાવ રાજ્ય કોંગ્રેસમાં અધ્યક્ષ બાદ હવે પ્રભારી બદલાવાની શક્યતા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલોશીભર્યા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા અને જગદીશ ઠાકોરની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમુખ બાદ હવે કોંગ્રેસના પ્રભારી પણ બદલાય તેવી શક્યતાઓ છે. પ્રભારી તરીકે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને નીતિન રાઉતનું નામ હાલ ચર્ચામાં છે. બી.કે હરિપ્રસાદ અગાઉ પણ ગુજરાતની જવાબદારી સંભાળી ચૂક્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ નવા પ્રભારીની પણ ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.
    શક્તિસિંહે પદ સંભાળતાં જ કોંગ્રેસના ૩૫ વર્ષ જુના નેતા ગોવાભાઈ રબારી ૨૦૦ કાર્યકરો સાથે ભાજપમાં જાેડાઈ ગયાં. બીજી બાજુ પહેલાં સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ વશરામ સાગઠિયા અને ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષપલટો કરીને આમ આદમી પાર્ટીમાં જાેડાઈ ગયાં અને ત્યારબાદ ઈન્દ્રનીલ કોંગ્રેસમાં પરત આવી ગયા હતાં. પરંતુ શક્તિસિંહ ગોહિલે જ્યારે શક્તિપ્રદર્શન કર્યું ત્યારે વશરામ સાગઠિયા તેમની રેલીમાં જાેડાયા હોવાનો વીડિયો વાયરલ થતાં આમ આદમી પાર્ટીએ તેમને પક્ષમાંથી બરતરફ કર્યા હતાં. હવે તેઓ કોંગ્રેસમાં પરત ફરે તેવી ચર્ચાઓએ જાેર પકડ્યું છે.
    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કમાન પ્રભારી તરીકે રાજસ્થાનના આરોગ્ય મંત્રી રહેલા ડો. રઘુ શર્માના હાથમાં હતી અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોંગ્રેસના ઓબ્ઝર્વર હતાં. આ દરમિયાન કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જાેડાઈ ગયાં હતાં. આ સમયે પાર્ટીના નેતાઓમાં રઘુ શર્માને લઈને નારાજગી હતી. ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ હવે એક્શનમાં છે અને ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરવાના મૂડમાં છે. પ્રમુખ બદલાયા તો હવે પ્રભારી પણ બદલાશે.આગામી ટુંક સમયમાં કોંગ્રેસ નવા પ્રભારીની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.