છેલ્લી વખત જ્યારે ભારતમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો હતો, ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડીને ૨૮ વર્ષની લાંબી રાહનો અંત આણ્યો હતો. આવું ૧૨ વર્ષ પહેલા થયું હતું. આ દરમિયાન ભારતે દરેક ફોર્મેટમાં રમાયેલા વર્લ્ડકપમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. આ વર્ષે ઓક્ટોબરમાં રોહિત શર્મા પાસે ધોનીની સિદ્ધિનું પુનરાવર્તન કરવાની અને ૈંઝ્રઝ્ર ટાઈટલ માટેની દાયકા લાંબી રાહનો અંત લાવવાની તક છે. જાેકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું રોહિતની આગેવાની હેઠળની ટીમમાં આ ક્ષમતા છે? આ જ પ્રશ્ન ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને ૨૦૧૧માં ભારતની જીતના હીરો રહેલા યુવરાજ સિંહે પણ પૂછ્યો હતો. આના પર ૨૦૧૧ની ચેમ્પિયન ટીમના ઓપનર વિરેન્દ્ર સેહવાગે આપેલો જવાબ રોહિત સેના માટે ખાસ છે. યુવરાજ સિંહે ગુરુવારે એક્સ (અગાઉ ટિ્વટર) પર વર્તમાન ભારતીય ટીમની દબાણને હેન્ડલ કરવાની અને ઘરના પ્રેક્ષકો સામે પ્રદર્શન કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા, જે તેની ટીમે ૧૨ વર્ષ પહેલાં કર્યું હતું. તેણે લખ્યું હતું કે, આપણે બધા ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપ ૨૩માં ૨૦૧૧નું પુનરાવર્તન કરવા માંગીએ છીએ, પરંતુ ૨૦૧૧માં ભારતે દબાણમાં સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ પર ૨૦૨૩માં ફરીથી આવું જ પ્રદર્શન કરવાનું દબાણ છે. શું આપણી પાસે આ બદલવા માટે પૂરતો સમય છે?
શું આપણે આ દબાણનો ઉપયોગ ‘ગેમ ચેન્જર’ તરીકે કરી શકીએ? નોંધનીય છે કે ૨૦૧૧માં ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે યુવરાજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. યુવરાજના આ પ્રશ્નોનો જવાબ તેને તેના ભૂતપૂર્વ સાથી અને ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ તરફથી મળ્યો હતો. વિસ્ફોટક બેટ્સમેન અને ૨૦૦૭ અને ૨૦૧૧ (વન-ડે)માં ભારતની છેલ્લી બે વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા સેહવાગે જણાવ્યું હતું કે રોહિત, વિરાટ કોહલી, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ દબાણમાં નહીં આવે. તેના બદલે તેઓ હરીફ ટીમને દબાણમાં રાખશે. તેણે લખ્યું હતું કે, જાે હું દબાણની વાત કરું તો આ વખતે આપણે દબાણ નહીં લઈશું, આપીશું! ચેમ્પિયન્સની જેમ! (જ્યારે દબાણ આવશે, ત્યારે આપણે તેને સ્વીકારીશું નહીં, પરંતુ આપણે તે હરીફ ટીમને આપીશું). સેહવાગે યુવરાજને ટેગ કરીને જવાબ આપ્યો હતો. સેહવાગે યુવરાજને એ પણ યાદ અપાવ્યું કે છેલ્લા ત્રણ વનડે વર્લ્ડ કપના યજમાન દેશ ચેમ્પિયન બન્યા છે. ૨૦૧૧માં વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો અને ભારત ચેમ્પિયન બન્યું હતું. તેવી જ રીતે ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા અને ૨૦૧૯માં ઈંગ્લેન્ડ જીત્યા હતા. તેણે લખ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષમાં યજમાન ટીમે વર્લ્ડ કપ જીત્યો છે! (યજમાન ટીમે છેલ્લા ૧૨ વર્ષમાં તમામ વન-ડે વર્લ્ડ કપ જીત્યા છે). ૨૦૧૧માં આપણે ઘરઆંગણે જીત્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયામાં જીત મેળવી હતી. ૨૦૧૯ ઈંગ્લેન્ડ જીત્યું હતું. ૨૦૨૩ આપણે તોફાન બનાવીશું.