Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»યુવતીએ ભર્યુ ભયંકર પગલું પોલીસે ચાર મહિના સુધી છેડતીબાજાે સામે ન કરી કોઈ કાર્યવાહી
    India

    યુવતીએ ભર્યુ ભયંકર પગલું પોલીસે ચાર મહિના સુધી છેડતીબાજાે સામે ન કરી કોઈ કાર્યવાહી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 7, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    છેડતી કરનારાઓ સામે ફરિયાદ નોંધ્યાના ચાર મહિના બાદ પણ પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવામાં આવતા નારાજ ૧૮ વર્ષીય યુવતીએ બુધવારે આગ્રા જિલ્લા જગ્દિશપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તેના ઘરમાં જીવન ટૂંકાવ્યું હતું.આ કેસમાં કેટલીક ક્ષતિઓ હોવાનું સ્વીકારતાં પોલીસ કમિશનર પ્રીતિંદર સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે ‘યુવતીના પિતાની ફરિયાના આધારે આઈપીસીની કલમ ૩૦૬ ( આપઘાત માટે ઉશ્કેરણી) હેઠળ ત્રણ શક્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    આરોપીઓને સંડોવતા અગાઉના કેસમાં તપાસ અધિકારીની ભૂમિકામાં ક્ષતિ રહી છે. સબ ઈન્સ્પેક્ટરને પોલીસ લાઈન્સમાં ખસેડવામાં આવ્યા છે. વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી છે’. ધરપકડ કરાયેલો આરોપી પ્રમેન્દ્રા કુમાર સરકાર દ્વારા સંચાલિત સ્કૂલમાં શિક્ષક છે. ફરિયાદમાં પ્રમેન્દ્રાના પિતા અમર સિંહ અને પત્ની ડિમ્પલના નામનો પણ ઉલ્લેખ છે. કેસની વિગતવાર વાત કરીએ તો, પહેલી જાન્યુઆરીના રોજ પીડિત અને તેની પિતરાઈ બહેન ઘર પાસે આવેલા માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ રસ્તામાં હતા ત્યારે બાઈક પર સવાર બે શખ્સોએ તેમને કથિત રીતે રોકી હતી, ગાળો આપી હતી અને છેડતી પણ કરી હતી. જે બાદ શખ્સોએ યુવતીને તેના પિતાને પાડોશીઓ સામે કોઈ કાયદાકીય પગલું ન લેવાનું કહી દેવાની ધમકી આપી હતી. યુવતીના પિતા ઈલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.

    તેમણે પાડોશી સામે જાહેર જગ્યા પર કબ્જાે જમાવવા માટે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આગ્રા મહાનગરપાલિકાએ દબાણ હટાવી દીધું હતું. દીકરી અને ભત્રીજીની છેડતી થયા બાદ પોલીસે કેવી રીતે ફરિયાદ નોંધવાની ના પાડી દીધી હતી તે વિશે વાત કરતાં પિતાએ જણાવ્યું હતું કે ‘અમે પોલીસ સ્ટેશન ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે શરૂઆતમાં ફરિયાદ નોંધી નહોતી. પોલીસ સ્ટેશનના ઘણા ચક્કર, મહિલા કમિશનને પત્ર અને પોલીસ કમિશનર સાથે મીટિંગ કર્યા બાદ ઘટનાના ૪૬ દિવસ બાદ, ૧૭ ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધી હતી. અજાણ્યા શખ્સો સામે આઈપીસીની કલમ ૩૫૪ (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી હુમલો), ૩૪૧ (ખોટી રીતે રોકવું) અને ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો’. આગ્રાના મણિપુરી જિલ્લાના કિષ્ની પોલીસ સ્ટેશનની સામે ૩૦ વર્ષીય યુવકે ઝેર ગટગટાવ્યું હતું.

    તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં મૃત્યુ પહેલા તેણે કહ્યું હતું કે તેણે તેના જ ગામમાં રહેતા એક વ્યક્તિને એક વીઘા જમીન વેચી હતી. રજિસ્ટ્રી થયાના ઘણા સમય બાદ પણ તેણે પૈસા આપ્યા નહોતા. પૈસા લેવા માટે તેણે ધક્કા ખાધા હતા, તેમ છતાં નિષ્ફળતા મળતાં આ પગલું લીધું હતું. તો એસપીએ કહ્યું હતું કે, તે ઝેર પીધા બાદ તે પોલીસ ઓફિસ આવ્યો હતો. તેને તરત જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી તેને અન્ય હોસ્પિટલમાં રેફર કરાયો હતો અને અહીં તેણે દમ તોડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, અગાઉ પણ યુવકે પોતાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બચાવી લેવાયો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian Railway: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટું એલાન: જમ્મુ-ઉધમપુરથી દિલ્હી સુધી તાત્કાલિક 3 સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે

    May 9, 2025

    ICAI CA Exam 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે CA પરીક્ષા મુલતવી રાખવામાં આવી, icai.org પર સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સ જુઓ

    May 9, 2025

    Delhi Alert: ભારત-પાક તણાવ બાદ દિલ્હી એલર્ટ પર, લાલ કિલ્લો અને કૂતૂબ મિનાર સહિત ઐતિહાસિક સ્થળોની સુરક્ષા ચુસ્ત

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.