Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મોંઘવારી વધતા ભારતીયો છોટા પેક તરફ વળ્યા કરિયાણાની દુકાનોમાં મોટા પેકની ખરીદી ઘટી ગઈ છે
    India

    મોંઘવારી વધતા ભારતીયો છોટા પેક તરફ વળ્યા કરિયાણાની દુકાનોમાં મોટા પેકની ખરીદી ઘટી ગઈ છે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અનાજ, તેલ, શાકભાજી અને મરી-મસાલાના ભાવ જાેરદાર વધે ત્યારે ભારતીય ગ્રાહકો પાસે શું વિકલ્પ હોય છે? કાં તો તેઓ ચીજવસ્તુ ખરીદવાનું ટાળે અથવા નાની સાઈઝના પેક ખરીદે. અત્યારે પણ ભારતીયો આવું જ કરી રહ્યા છે અને ફૂડ પ્રોડક્ટના નાના પેક ખરીદવા લાગ્યા છે જેથી તેમની જરૂરિયાત પણ સંતોષાઈ જાય અને ખિસ્સા પર ઓછો બોજ આવે. જાેકે, અગાઉ કરતા તેમને ઓછો જથ્થો મળે છે તે વાત અલગ છે. રસોડામાં જરૂરી દરેક ચીજવસ્તુના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા પછી લોકો મોટા બોક્સની જગ્યાએ ફરીથી નાના પાઉચ કે પેક ખરીદવા લાગ્યા છે

    . તેમાં બિસ્કિટથી લઈને ટોમેટો સોસ, આદુની પેસ્ટ અને મસાલાઓનો સમાવેશ થાય છે.
    છેલ્લા કેટલાક મહિનાથી લોકોના કિચનના બજેટ પર ભીંસ વધી છે. તેના કારણે લોકોની ખરીદીની આદતમાં ફેરફાર જાેવા મળ્યો છે. હવે તેઓ ૧૦૦ રૂપિયે કિલોના ભાવે તાજા અને મોંઘાં ટામેટાં ખરીદવાના બદલે બજારમાંથી રેડીમેડ ટોમેટો પ્યુરી ખરીદી લે છે જે ૨૫ રૂપિયામાં ૨૦૦ ગ્રામ મળે છે. તેવી જ રીતે આદુનો ભાવ આસમાને પહોંચી ગયો હોવાથી લોકો શાકભાજીવાળા પાસેથી આદુ ખરીદવાના બદલે આદુના તૈયાર પેસ્ટનું પેક ખરીદે છે. આ મોંઘવારીમાં જીરુનો ભાવ પણ પોસાતો ન હોવાથી ૭ જીરુ પાઉડરનું ૭ ગ્રામનું પડીકું ખરીદે છે. રસોડાની ચીજવસ્તુઓના વધતા ભાવથી પરેશાન એક મહિલાએ જણાવ્યું કે તેણે ટામેટાંનો ઉપયોગ બંધ કરીને તેની રેડીમેડ પ્યુરી વાપરવાનું શરૂ કર્યું છે.

    ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી ફળ, શાકભાજી અને મસાલાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ટામેટાનો ભાવ કિલો દીઠ ૧૦૦ રૂપિયા આસપાસ ચાલે છે અને બેંગલુરુના પોશ વિસ્તારોમાં તો ભાવ ૧૨૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જીરુ પાઉડરનો ભાવ એક મહિના અગાઉ ૫૫૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને ૮૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેવી જ રીતે આદુના ભાવ પણ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા આઠ દાયકાથી ટામેટાંની પ્યુરી વેચતી ચાઈનીઝ કંપની જેનિસ લીએ જણાવ્યું કે તાજેતરના મહિનાઓમાં તેમની પ્રોડક્ટની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ટોમેટો પ્યુરીના ૮૦૦ ગ્રામના પેકની કિંમત માત્ર ૮૦ રૂપિયા છે અને બજારમાંથી તાજા ટામેટાં ખરીદવા કરતા આ પેક ખરીદવું ઘણું સસ્તું પડે છે.

    આ કંપનીએ કહ્યું કે તેમણે અત્યારે ભાવ વધારવાની જરૂર નથી કારણ કે તેઓ શિયાળામાં ટામેટાંના ભાવ તળિયે હોય ત્યારે આખા વર્ષનો સ્ટોક ખરીદી લે છે. જીરા પાઉડરના પાઉચનો ભાવ અત્યાર સુધી પાંચ રૂપિયા ચાલતો હતો જેમાં ૯ ગ્રામ પાઉડર મળતું હતું. પરંતુ હવે તેમાં બે ગ્રામનો કાપ મુકવામાં આવ્યો છે તેથી ગ્રાહકોને માત્ર ૭ ગ્રામ પાઉડર મળે છે. મોટા પાયે છુટક ખરીદી તો જાણે સાવ બંધ જ થઈ ગઈ છે. તેવી જ રીતે આદુમાં પણ લોકો તૈયાર પેસ્ટ જ ખરીદવા લાગ્યા છે કારણ કે બજારમાં આદુના ભાવ પોસાય તેવા નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.