Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહેસાણાના ૩ કૌટુંબિક ભાઈઓના મોત રાજસ્થાનમાં સ્કોર્પિયો-અર્ટિગા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો
    India

    મહેસાણાના ૩ કૌટુંબિક ભાઈઓના મોત રાજસ્થાનમાં સ્કોર્પિયો-અર્ટિગા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજસ્થાનમાં અર્ટિગા અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મૂળ મહેસાણા જિલ્લાના ૩ યુવકોના મોત થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય મૃતકો કોટુંબિક ભાઈઓ હતા અને તેઓ ખેરાલુ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજસ્થાનના બાડમેર નેશનલ હાઈવે નંબર ૬૮ પર સ્કોર્પિયો અને અર્ટિગા વચ્ચે જાેરદાર ટક્કર થતાં બંને કારનો બૂકડો બોલાઈ ગયો હતો. કારમાં સવાર ૫માંથી ૩ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બનાવની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છે.
    બાડમેર જિલ્લામાં પણ શનિવારે એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. આ અંગે પોલીસે આ માહિતી આપી છે. અધિક પોલીસ અધિક્ષક, બાલોત્રા, સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે અકસ્માત જિલ્લાની મંગતા સરહદે થયો હતો જ્યારે બે કાર ઓવરટેક કરતી વખતે સામસામે અથડાઈ હતા. તેમણે જણાવ્યું કે સ્કોર્પિયો અને અર્ટિગા વચ્ચે ટક્કર થઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે, ઈજાગ્રસ્તોને સારવાર માટે બાડમેરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતક યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવશે.
    મીડિયા રિપોર્ટ અનુસાર ખેરાલુ તાલુકાના મલાલપુર ગામના સંદીપ બાબુભાઇ ચૌધરી, સૌરભ વિજય ચૌધરી, વિશ્વાસ વીરસંગભાઈ ચૌધરી, ઉદયભાઈ રમેશભાઈ ચૌધરી, હિમાંશુ દેવેન્દ્રભાઈ ચૌધરી ય્ત્ન-૦૨-ડ્ઢસ્-૫૧૧૮ નંબરની અર્ટિગા કારમાં રણુજા જવા નીકળ્યા હતા. આ દરમિયાન બાડમેર નેશનલ હાઇવે પર નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો સાથે જાેરદાર ટક્કર થઈ હતી. ટક્કરની સાથે જ બંને ગાડીઓના ભૂક્કા બોલાઈ ગયા હતા. અકસ્માતની તસવીરો પણ સામે આવી છે, જે જાેઈને અંદાજાે લગાવી શકાય છે કે, અકસ્માત કેટલો ગંભીર હશે?
    અકસ્માત સર્જાતા અર્ટિગામાં સવાર સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સ્કોર્પિયો કારમાં સવાર લોકોને પણ ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.
    બનાવને પગલે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિકોની મદદથી અર્ટિગામાંથી મૃતદેહોના ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
    પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર સવારે ૧૦ વાગ્યે ૫ યુવક કારમાં રણુજા જવા નીકળ્યા હતા અને સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમની કારને અકસ્માત નડ્યો હતો. બે પરિવારે એકના એક દીકરા ગુમાવ્યા છે. એકના તો એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. ત્રણેયના મૃતદેહ વતન પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કારમાં આખું ગામ હિબકે ચડ્યું હતું. આ દરમિયાન સૌ કોઈની આંખો ભરાઈ ગઈ હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.