Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહારાષ્ટ્રમાં શિવસેના બાદ એનસીપીમાં બે ભાગલા પડી ગયા ભાજપે અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું વચન આપ્યુઃ પૃથ્વીરાજ ચવ્હાણ
    India

    મહારાષ્ટ્રમાં શિવસેના બાદ એનસીપીમાં બે ભાગલા પડી ગયા ભાજપે અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું વચન આપ્યુઃ પૃથ્વીરાજ ચવ્હાણ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્રમાં શિવસેના બાદ એનસીપીમાં બે ભાગલા પડી ગયા છે અને અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હવે મહારાષ્ટ્રમાં બે ડેપ્યુટી સીએમ છે. ત્યારે હવે સીએમની ખુશી માટે ૩ મૂરતિયા છે. એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રમાં સત્તાની ચાવી બીજેપીના હાથમાં છે. આ વિભાજનને લઈને તમામ નેતાઓ પોત-પોતાના દાવા કરી રહ્યા છે.

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે દાવો કર્યો છે કે, તેમને મળેલી માહિતી પ્રમાણે ભાજપે અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું વચન આપ્યું છે. અજિત પવાર શાસક એકનાથ શિંદે-ભાજપ ગઠબંધનમાં જાેડાતા મહારાષ્ટ્રમાં રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચવ્હાણ પહેલા શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે પણ દાવો કર્યો હતો કે શિંદે મુખ્યમંત્રીની ખુરશી ગુમાવશે.

    ૨ જુલાઈના રોજ અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં વિભાજનનું નેતૃત્વ કરતા ડેપ્યુટી સીએમ બની ગયા. તેનાથી તેમના કાકા શરદ પવારને મોટો ફટકો લાગ્યો છે. જેમણે ૨૪ વર્ષ પહેલાં એનસીપીની સ્થાપના કરી હતી. અજિત પવારની સાથે એનસીપીના આઠ નેતાઓએ પણ એકનાથ શિંદે-ભાજપના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.

    આ અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે એક સવાલ પર કહ્યું કે, મેં પહેલા જ જાહેરમાં કહ્યું હતું કે અજિત પવાર ભાજપ સાથે જઈ શકે છે પરંતુ તે સમયે મારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ પહેલાથી જ જાણતા હતા કે આવું થશે. પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, અજિત પવારને શું મળશે તેની માત્ર સોદાબાજી ચાલી રહી હતી. અમને મળેલી માહિતી પ્રમાણે વિધાનસભા અધ્યક્ષના ર્નિણયની મદદથી શિંદેને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને પવારને આ પદ આપવાનું વચન આપ્યુ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.