Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહારાષ્ટ્રમાં કેટલાક દિવસથી રાજકારણ ગરમાયું છે ઠાકરે-શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર અધ્યક્ષની નોટિસ
    India

    મહારાષ્ટ્રમાં કેટલાક દિવસથી રાજકારણ ગરમાયું છે ઠાકરે-શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર અધ્યક્ષની નોટિસ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ ગરમાયુ છે અને ભારે ઉથપાથલ જાેવા મળી રહી છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને નોટિસ ફટકારી છે અને સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા કહેવાયું છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે શિંદેના નેતૃત્વ ધરાવતી શિવસેનાના ૪૦ ધારાસભ્ય અને ઠાકરે જૂથના ૧૪ ધારાસભ્યોને અયોગ્યતા પર જવાબ માંગવા પર નોટિસ જાહેર કરવામાં આવી છે. આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી મંડળ વિસ્તારની ચર્ચા છે અને માનવામાં આવી રહ્યું છે કે એનસીપી જૂથ સાથે આવતા શિવસેના શિંદે જૂથના ધારાસભ્યો નારાજ છે. મહત્વપૂર્ણ છે કે વિધાનસભા અધ્યક્ષે શિંદે જૂથના ૧૬ ધારાસભ્યોની અયોગ્યતા પર ર્નિણય કરવાનો છે.

    એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં ગયા વર્ષે બળવો થયો હતો જે બાદ શિવસેના ( શિંદેજૂથ)એ બીજેપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. જેના વિરુદ્ધમાં ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખટખટાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે જૂથે એકનાથ શિંદે અને તેમની સાથે ૧૫ ધારાસભ્યોને અયોગ્ય ઠેરાવવાની માગ ઉઠાવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે મે મહિનામાં મહ્‌ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં આ મામલાને મોટી બેન્ચ પાસે મોકલી આપ્યો હતો. કોર્ટે કહ્યું, રાજ્યપાલનો ફ્લોર ટેસ્ટ આપવાનો આદેશ ખોટો હતો. પરંતુ ઉદ્ધવ ઠાકરે સરકારને બહાલ ના કરી શકાય કારણ કે તેમણે જાતે જ રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની અયોગ્યતા પરનો ર્નિણય સ્પીકર પર છોડી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, કે ૧૬ ધારાસભ્યોની અયોગ્યતા પર વિધાનસભા અધ્યક્ષ ર્નિણય કરશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.