Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહારાષ્ટ્રમાં ઉથલપાથલ બાદ વિપક્ષની બેઠક રદ થઈ હતી વિપક્ષોની બીજી મહાબેઠક ૧૭-૧૮મીએ બેંગલુરૂમાં યોજાશે
    India

    મહારાષ્ટ્રમાં ઉથલપાથલ બાદ વિપક્ષની બેઠક રદ થઈ હતી વિપક્ષોની બીજી મહાબેઠક ૧૭-૧૮મીએ બેંગલુરૂમાં યોજાશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૨૩ જૂને પટણામાં વિપક્ષની મોટી બેઠક થઇ હતી. હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં વિપક્ષની બીજી મોટી બેઠક યોજવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે, આગામી બેઠક બેંગલુરુમાં ૧૭-૧૮ જુલાઈએ યોજાશે. તેમણે ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. વેણુગોપાલે ટ્‌વીટ કર્યું, પટનામાં વિપક્ષની સર્વપક્ષીય બેઠકની અપાર સફળતા બાદ હવે આગામી બેઠક બેંગલુરુમાં ૧૭ અને ૧૮ જુલાઈએ યોજાવા જઈ રહી છે. અમે દેશની સામે મજબૂત વિઝન રજૂ કરીશું. ઉલ્લ્લેખનીય છે કે અગાઉ આ બેઠક માટે ૧૩-૧૪ જુલાઈની તરીકે નક્કી કરવામાં આવી હતી. પરંતુ આજે સવારે જ ૧૩-૧૪ જુલાઈની બેઠક મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ બેઠક મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે, હાલ માટે આ બેઠક રદ કરવામાં આવી છે.

    અગાઉ મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપીમાં રાજકીય ખેંચતાણ બાદ હવે બેંગલુરુમાં ૧૩-૧૪ જુલાઈના રોજ યોજાનારી વિપક્ષીની મહાબેઠક પણ સ્થગિત કરવામાં આવી છે. જેડીયુના નેતા કેસી ત્યાગીએ બેઠક મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, હાલ માટે આ બેઠક રદ કરવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ બેઠક યોજાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આ બેઠક મુલતવી રાખવા પર સવાલો ઉઠી રહ્યા છે.

    જાેકે, બિહાર વિધાનસભા અને કર્ણાટક વિધાનસભાના ચોમાસુ સત્રની બેઠકને કારણે આ બેઠક મોકૂફ રાખવામાં આવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. બિહાર વિધાનસભાનું ચોમાસું સત્ર ૧૦ થી ૨૪ જુલાઈ સુધી ચાલવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને બેઠક સ્થગિત કરવા વિનંતી કરી હતી, કારણ કે નીતિશ અને તેજસ્વી વિધાનસભા સત્રમાં વ્યસ્ત રહેશે. ૨૩ જૂને પટનામાં ૧૫ વિપક્ષી પાર્ટીઓની એકતા બેઠક યોજાઈ હતી. જેમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એમકે સ્ટાલિન સહિત છ રાજ્યોના સીએમ અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી સહિત ૫ રાજ્યોના પૂર્વ સીએમ સામેલ હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.