Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મનોદિવ્યાંગ ખેલાડીઓએ જીત્યા ૧૪ મેડલ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો
    India

    મનોદિવ્યાંગ ખેલાડીઓએ જીત્યા ૧૪ મેડલ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જર્મની ખાતે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૯૦ જેટલા દેશના ૭૦૦૦ કરતાં વધારે મનોદિવ્યાંગ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. ત્યારે ગુજરાતમાંથી પણ ૧૪ એથ્લેટ અને ૧૦ કોચને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં ગુજરાતના સ્પર્ધકોએ જુદી જુદી રમતમાં શાનદાર પ્રદર્શન કરી ૧૪ મેડલ સાથે વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું.
    વર્લ્ડ ગેમ્સની શરૂઆત પહેલાં જ વિશ્વભરમાંથી આવેલ જુદા જુદા ડેલિગેશન માટે ફ્રેન્ક ફૂટ શહેર ખાતે હોસ્ટ ટાઉન પ્રોગ્રામ યોજાયો હતો. જ્યાં ગુજરાતી ગરબાથી બધાનું દિલ જીતી વર્લ્ડ ગેમ્સમાં ગુજરાતની ટીમએ એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ ૧૭ જૂને ઓપનિંગ સેરેમની ભવ્ય ટોર્ચ રન અને આતશબાજી સાથે વર્લ્ડ ગેમ્સનો શુભારંભ થયો હતો. અને ૧૭ થી ૨૫ જૂન સુધી જુદા જુદા ગ્રાઉન્ડ પર જુદી જુદી સ્પોર્ટ્‌સ ઇવેન્ટ, કલ્ચરલ પ્રોગ્રામ, હેલ્થ ચેક અપ, યંગ એથ્લેટ, જેવા અનેક પ્રોગ્રામ યોજાયા હતા.
    ગુજરાત સ્પેશયલ ઓલિમ્પિકસ લોકડાઉન દરમ્યાન ઓનલાઈન અને ત્યાર બાદ જુદા જુદા કેમ્પ દ્વારા આપવામાં આવેલ સતત તાલીમના કારણે આપણા ગુજરાતી મનો દિવ્યાંગ રમતવીરોએ વર્લ્ડ ગેમ્સમાં ૨ ગોલ્ડ, ૮ સિલ્વર, અને ૪ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૧૪ મેડલ સાથે આગવું સ્થાન મેળવી ભારતનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત ૩ ખેલાડીઓએ ચોથા અને પાંચમા સ્થાને રહી રીબીન પ્રાપ્ત કરી હતી.
    ૧૪ મેડલ સાથેની આ સિધ્ધિ સાથે ખુશ ખુશાલ મિજાજમાં અમદાવાદ એરપોર્ટ પર આવતા ખેલાડીઓના ચહેરા પર અનેરો આનંદ જાેવા મળ્યો હતો. ગુજરાતની ટીમનું સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત સમિતિ, સ્વર્ણિમ સ્પોટ્‌ર્સ યુનિવર્સીટીના વી.સી. પ્રો. ડૉ.અર્જુનસિંહ રાણા, સમગ્ર શિક્ષાના સચિવ મહેશભાઈ મહેતાએ ડી.જે.ના સૂર સાથે
    (અનુસંધાન નીચેના પાને)

    વધાવી નાચ ગાન સાથે સ્વાગત કર્યું હતું.
    ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓને ઉચ્ચતમ સ્થાન માટે સતત પ્રયત્નશિલ અને હાલ સ્પેશ્યિલ ઓલિમ્પિકસ ભારતના જનરલ સેક્રેટરી ડો.ડી.જી. ચૌધરીએ વિજેતા ટીમ અને તેમના કોચ તથા પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે મનોદિવ્યાંગ કશું ન કરી શકે એ વિચાર ભૂલી આગામી વર્લ્ડ ગેમ્સ માટે સખત અને સતત મહેનત થકી વધુમાં વધુ ખેલાડીઓ તૈયાર કરીએ અને એ માટે સહુ ગુજરાતીઓ જાગૃત બની ગુજરાતના છેવાડા સુધી પડદા પાછલ રહેલા ખેલાડીઓને શોધી સ્પેશ્યલ ઓલિમ્પિક્સ સુધી લાવવા સહયોગી બનીએ.
    વિજેતા ખેલાડી અને કોચનો ઉત્સાહ જાેઈ એરપોર્ટ રોડ પર અન્ય મુસાફરોએ પણ પ્રબળ ઈચ્છા શક્તિથી દિવ્યાંગ પણ દિવ્ય બની શકે તેવા આદર્શ સાથે વિજય સરઘસને વધાવ્યું હતું.
    મેડલ વિજેતા ગુજરાતી એથ્લેટ
    જાલમસિંહ સોલંકી (અરવલ્લી), બાસ્કેટ બોલ – ગોલ્ડ મેડલ
    હિમાની પ્રજાપતિ યુનિફાઈડ પાર્ટનર (ગાંધીનગર) વોલીબોલ – ગોલ્ડ મેડલ
    કાજલ બોળીયા (બોટાદ) બાસ્કેટ બોલ – સિલ્વર મેડલ
    લીલા પટેલ (દાહોદ) બાસ્કેટ બોલ – સિલ્વર મેડલ
    રીંકલ ગામીત (સુરત) હેન્ડ બોલ – સિલ્વર મેડલ
    એન્જેલિના પૌસીન (અમદાવાદ) રોલર સ્કેટિંગ ૧૦૦ મીટર – સિલ્વર મેડલ, રોલર સ્કેટિંગ રિલેમાં સિલ્વર મેડલ
    અક્ષર પ્રજાપતિ (આણંદ) રોલર સ્કેટિંગ – સિલ્વર મેડલ
    પ્રેમ લાડ (આણંદ) રોલર સ્કેટિંગ ૩૦૦ મીટર – સિલ્વર મેડલ, રોલર સ્કેટિંગ સેલોમાં બ્રોન્ઝ મેડલ
    કિરીટ ચૌહાણ (દાહોદ) સ્વિમિંગ ઇ.એસ. – સિલ્વર મેડલ, સ્વિમિંગ ૨૫ મીટર બી.એસ.માં બ્રોન્ઝ મેડલ
    અનુરાગ (ગાંધીનગર) યુનીફાઇડ પાર્ટનર – વોલીબોલ સિલ્વર મેડલ
    રાધા મચ્છર (મહીસાગર) ફૂટબોલ – બ્રોન્ઝ મેડલ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Electricity Futures: બજારમાં નક્કી થશે વીજળીના ભાવ! NSE 11 જુલાઈથી લાવશે ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’, જાણો કેવી રીતે થશે ફાયદો

    June 28, 2025

    Shubhanshu Shukla ISS Mission: શુભાંશુ શુક્લાનો અંતરિક્ષ પ્રવાસ: ISS પહોંચવાનું ટાઈમ, મિશનની અવધિ અને સફળતાની ખાસ વાતો

    June 25, 2025

    DGCA Action on Air India: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCA નું કડક પગલું

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.