ED એ બુધવારે મની લોન્ડરિંગના મામલામાં પોતાના જ પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના ઘરે રેડ મારી. સચિન સાવંત પર ૫૦૦ કરોડ રૂપિયાની હેરફેરનો આરોપ છે. ઈડીના સૂત્રોએ કહ્યું કે સાવંતના મુંબઈ આવાસ સહિત તેમના સંલગ્ન વિભિન્ન પરિસરો પર મંગળવારે દરોડા પાડવામાં આવ્યા.
સચિન સાવંત હાલ કસ્ટમ્સ એન્ડ ઈનડાઈરેક્ટ ટેક્સ કેડર મુંબઈ ખાતે ૈંઇજી ઓફિસર તરીકે કાર્યરત છે. સાવંત અગાઉ ઈડી મુંબઈ ઝોન ૨માં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તૈનાત હતા. સચિન સાવંત જ્યારે મુંબઈ ઈડીમાં હતા ત્યારે ડાયમંડ કંપનીની ૫૦૦ કરોડની હેરાફેરીમાં સામેલ હતા. તેને લઈને ઈડીની ટીમે તેમના લખનઉ અને મુંબઈ સ્થિત ઘરો પર દરોડા પાડ્યા. આ મામલે સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો.
સચિન સાવંત ૪ વર્ષ સુધી મુંબઈમાં ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તૈનાત હતા. આ કેસના ધરપકડ કરાયેલા એક આરોપીના ફરિયાદ ના આધારે સીબીઆઈએ સચિન સાવંત વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરી. હાલ સાવંત કસ્ટમ્સ એન્ડ ઈનડાઈરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ કમિશનર તરીકે કાર્યરત છે. મંગળવારે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.
