Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ભુપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપુર્ણ ર્નિણય પંચાયતીરાજ વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ પૂરા પાડશે
    Gujarat

    ભુપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપુર્ણ ર્નિણય પંચાયતીરાજ વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ પૂરા પાડશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોની મિલકતની માપણી ડિજિટલ ટેકનોલોજીના આ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. ભારત સરકારના પંચાયતીરાજ વિભાગ દ્વારા આ હેતુસર સ્વામિત્વ-સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્‌ડ ટેકનોલોજી ઈન વિલેજ એરિયાઝ-યોજના અમલમાં મૂકવામાં આવી છે.

    ગુજરાતનો આ યોજના અંતર્ગત બીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના અન્વયે રાજ્યમાં કુલ અંદાજિત ૧૪, ૮૧૪ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૦૦ ઉપરાંત ગામોમાં સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

    ક્રમશઃ આગામી સમયમાં આયોજનપૂર્વક રાજ્યમાં આ યોજના અંતર્ગત સમાવિષ્ટ તમામ ગામોમાં પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વામિત્વ યોજના હેઠળ રેકર્ડ પ્રમોલગેશન બાદ તૈયાર થયેલાં પ્રોપર્ટીકાર્ડની પ્રથમ નકલ ગ્રામ્ય વિસ્તારના છેવાડાના નાગરિકો એવા મિલકતધારકોને નિઃશુલ્ક વિતરણ કરવાનો ગ્રામીણ હિતલક્ષી ઐતિહાસિક ર્નિણય કર્યો છે. આ ર્નિણયની ફળશ્રુતિએ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સ્વામિત્વ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ મળશે અને સુખાકારીમાં વૃદ્ધિ થશે. એટલું જ નહિ, ગ્રામીણ નાગરિકોને પોતાની મિલકત સંબંધી સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ થઈ શકશે.

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મહાત્વાકાંક્ષી યોજનાથી ગ્રામીણ ભારતના સશક્તિકરણ માટે ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. આટલા મોટાપાયે સૌપ્રથમ વખત સૌથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સર્વે કામગીરી હાથ ધરાવાને કારણે ગ્રામીણ વિસ્તારના લાખો મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઈટ્‌સ મળશે.

    આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને સૌપ્રથમ વખત માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે.આવા મિલકત ધારકોને કાયદાકીય દસ્તાવેજ તરીકે પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી તેઓની સંપત્તિનો ઉપયોગ લોન અને અન્ય નાણાકીય લાભો લેવામાં સરળતા રહેશે.

    ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીઓ પોતાની સંપત્તિનો ઉપયોગ કરી આર્થિક રીતે સક્ષમ બનશે. મિલકત બાબતના વિવાદો ઘટશે તેમજ સ્વામિત્વ યોજનાનો લાભ મેળવીને મિલકતના નકશા પ્રાપ્ત થતાં ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.